વલસાડ, રેલવે તંત્ર દ્વારા જે પણ શૂન્ય ક્રમાંકથી શરૂ થતી સ્પેશ્યલ ટ્રેનો આગોતરી છાપામાં જાહેરાતો છાપીને શરૂ કરવામાં આવે છે, જ્યારે બીજી ફેબ્રુઆરીથી શરૂ થયેલ ભારે પ્રતિકૂળ સમયની સુરત વલસાડ સુરત મેમુ અંગે રેલવેતંત્રે છાપામાં જાહેરાત આપી નથી. વલસાડ રેલવે સ્ટેશનની પૂછપરછ બારી પરથી મળેલી માહિતી મુજબ આ મેમુમાં જવા માટે કલાક પહેલા જ છૂટક ટિકિટ મળે છે ઉપડવાના સમયમાં ૪૦ મિનિટ બાકી હોય એટલે કરંટ બુકિંગ બંધ થઈ જાય છે, ઓનલાઈન બુકિંગ ચાલુ રહે છે. જેમાં વલસાડથી નવસારી સુધીનુ ભાડું માત્ર રૂ ૧૦ છે પરંતુ રિઝર્વેશનના પંદર રૂપિયા વધુ ચૂકવવા પડે છે. સુરતના ૨૦ના બદલે ૩૫ રૂપિયા થાય છે. જેના લીધે ટ્રેન ત્રીજા દિવસે પણ લગભગ ખાલીખમ દોડી હતી. વાપી વલસાડ નવસારીથી સુરત શહેરમાં વચ્ચેના સ્ટેશનોએ હજારો લોકો નોકરી માટે ટ્રેનમાં આવ જાવ કરે છે જેમાં અતિ આવશ્યક સેવા ગણાતી આરોગ્ય કર્મીઓની સેવાને પણ સરકાર કે રેલવેએ પ્રાધાન્ય આપ્યું નથી. રેલ કર્મચારીઓ માટે વલસાડથી સવારે આઠની આસપાસ અને સુરત થી સાંજે પાંચની આસપાસ સ્પેશિયલ ટ્રેન રોજ દોડાવે છે જેમાં માંડ ૧૦૦ રેલકર્મીઓ પણ હોતા નથી, જ્યારે ૫૦૦થી વધુ આરોગ્ય કર્મીઓ જેઓ કોરોના મહાકાળમાં જાેખમી, રાઉન્ડ ધી ક્લોક સેવા બજાવે છે તેઓએ વલસાડ રેલવે ના એઆરઓને તા.૧૬-૯-૨૦ અને સુરત રેલ્વેના એઆરઓ ને ૧૭/૯એ જીગ્નેશ પટેલ તથા વિક્રમ સોલંકીની સહી-મોબાઈલ નં.થી રૂબરૂ રજૂઆતો કરી હતી જેના માટે તેમણે ઈમેલથી જવાબ આપવાની વાતો કરી હતી જેને ચાર માસ વિત્યા કોઈ જવાબ નથી અને મેમુ ટ્રેન માટે પણ માંગ મુજબનો સમય કરવાના બદલે સુરતથી ૦૯-૨૦ અને વલસાડથી ૧૫-૩૦ નો સમય કરીને માંગ કરનારાની ઠેકડી ઉડાડી છે, કેમકે રેલવે કે કેન્દ્ર સરકારને માત્ર મુંબઈ મહાનગરના નોકરિયાતોની જ ફિકર છે, ગુજરાતીઓની નહીં.