વડોદરા : કોરોનાના કારણે તા.૨૨મી માર્ચ થી રેગ્સુલર ટ્રેનો બંધ કરવામાં આવી હતી.હવે ધીમેધીમે લાંબા અંતરની ટ્રેનો શરૂ કરાયા બાદ નજીકના અંતરની પેસેન્જર ટ્રેનો શરૂ કરાઈ રહી છે. ત્યારે પશ્ચિમ રેલ્વે દ્વારા કોરોના મહામારીને કારણે ગત માર્ચ માસમાં મેમુ સહિતની બંધ કરાયેલી ટ્રેનો હવે પુનઃ શરૃ કરવામાં આવનાર છે. હાલમાં મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ફરીથી ત્રણ મેમૂ ટ્રેનો વડોદરાથી શરૃ કરવામાં આવનાર છે. આ સ્પેશ્યલ મેમુ ટ્રેન વડોદરા-અમદાવાદ અને વડોદરા-દાહોદ વચ્ચે દોડશે. જાેકે, ટ્રેનમાં મુસાફરી માટે રીઝર્વેશન જરૂરી છે.

 વડોદરા ખાતેથી દરરોજ વડોદરા-દાહોદ મેમૂ સ્પેશયલની બે ટ્રેનો તેમજ વડોદરા અમદાવાદ મેમૂની ટ્રેનો મુસાફરોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તા.૨૭ ફેબ્રુઆરી થી શરુ કરવાનો ર્નિણય લેવામાં આવ્યોછે. જ્યારે પહેલી માર્ચથી વડોદરા-અમદાવાદ-વડોદરા મેમૂ શરૂ કરાશે. આ ઉપરાંત કોરોનાને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત તમામ ટ્રેનો રીઝર્વેશન ટ્રેનની માફક જ ચાલશે.મુસાફરોએ મુસાફરી માટે અગાઉથી જ રીઝર્વેશન કરાવવાનું રહેશે.તા.૨૭ ફેબ્રુઆરી માટેનું રીઝર્વેશન ૨૫ થી રેલ્વેની વેબસાઈટ તેમજ પી.આઈ.એસ.કાઉન્ટર પરથી શરુ કરી દેવામાં આવશે.તેવુ એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. તમામ ટ્રેનો આરક્ષીત હોવાથી તેમજ પાસઘારકોએ રેલ્વે વિભાગને જાણ કરી હોવા છતાં કોઈ પણ પ્રકારના સુચનો ન આવવાથી અપડાઉન કરનાર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.વડોદરા-દાહોદ મેમૂ બપોરે ૧-૪૫ કલાકે રવાના થશે. જે દાહોદ સાંજે ૫-૨૦ કલાકે પહોંચશેે.

જ્યારે બીજી ટ્રેન સાંજે ૬-૧૫ કલાકે ઉપડશે જ્યારે દાહોદ થી વડોદરા માટે ટ્રેન સવારે ૬-૧૦ કલાકે ઉપડશે. જ્યારે અમદાવાદ-વડોદરા મેમૂ ટ્રેન તા.૧લી માર્ચ થી શરૂ થશે.