રાજકોટ-

ગત માર્ચ માસના મઘ્યાહન બાદ સમગ્ર દેશમાં કોરોના વાઇરસ ત્રાટકતા લોકડાઉન અમલી થતા બસ, ટ્રેન, હવાઇ સેવા ઠપ્પ થયા બાદ જૂન માસમાં અનલોક-1માં પરિવહન, બસ, ટ્રેન હવાઇ સેવા શરૂ થતા સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદરની હવાઇ સેવા શરૂ થતા હાલ રાજકોટ-મુંબઇ અને રાજકોટ-દિલ્હી હવાઇ સેવા શરૂ છે.

ત્યારે કોરોના વાઇરસના કેસોમાં સતત વધારોને ઘ્યાને લઇ સ્પાઇસ જેટ એર કંપનીએ આગામી સપ્ટેમ્બર માસ સુધી રાજકોટ-મુંબઇની હવાઇ સેવા સ્થગિત રાખવા નિર્ણય લીધો હોવાનું જાણવા મળેલ છે. 

કોરોના મહામારીના પગલે રાજકોટ-મુંબઇ રૂટની સ્પાઇસ જેટની હવાઇ સેવા ખોરવાયા બાદ હાલ કોરોના વાઇરસના પોઝીટીવછ કેસોમાં થતા વધારાને ઘ્યાને ઇ ફરી આગામી સપ્ટેમ્બર માસ સુધી રાજકોટ-મુંબઇની હવાઇ સેવા સ્થગીત રાખવા સ્પાઇસ જેટ કંપનીએ નિર્ણય લીધો હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.