અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંરમીતોની અસંખ્ય 1.25 લાખને પાર કરી ચુકી છે. ત્યારે હવે સ્થાનીક સ્તરે પણ કોરોના કોએસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને અનલોક લાગુ પડ્યા બાદ સ્થાનિક સ્તરે કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને હવે સ્થાનિક સ્તરે ઘણી જગ્યાઓ પર સ્વયં ભૂ લોક ડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી મુજબ ગઢ ગ્રામપંચાયત દ્વારા 10 દિવસ સુધી સ્વૈચ્છિક બંધનું એલાન કરવામાં આવ્યું છે. કોરોનાના વધતાં સંક્રમણને લઈ ગઢ ગ્રામપંચાયત દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. 22 સપ્ટે. થી 1 ઓક્ટોબર સુધી સ્વૈચ્છિક બંધ પળાશે. દૂધ, કરીયાણા, મેડીકલની દુકાનો બપોર સુધી ખુલ્લી રહેશે. સરકારી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર લોકો સામે દંડ નિય કાર્યવાહી કરવામાં આવશે.