જમૈકા-

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે શ્રીલંકા સામે ઘર આંગણે રમાનારી ટી-20 અને વન-ડે શ્રેણી માટે 14 ખેલાડીઓની ટીમોની જાહેરાત કરી દીધી છે. 41 વર્ષીય ક્રિસ ગેલે આશરે બે વર્ષ પછી ટીમમાં શાનદાર પુનરાગમન કર્યું છે. સાથે જ ફાસ્ટ બોલર ફિડેલ એડવર્ડ્ઝને 8 વર્ષ પછી ટીમમાં ફરી આવવાનો મોકો મળ્યો છે.

ગેલ છેલ્લે 2019માં ઘર આંગણે જ ઈંગ્લેન્ડની સામે ટી-20 મેચમાં રમ્યો હતો. 39 વર્ષીય ફિડેલે પોતાની આખરી ટી-20 29 સપ્ટેમ્બર 2012ના રોજ શ્રીલંકાની સામે જ રમી હતી.

ચાલુ વર્ષે જ ભારતમાં ટી-20 વર્લ્ડ-કપ રમાવાનો છે, તેને ધ્યાનમાં લેતાં વેસ્ટ ઈન્ડિઝ બોર્ડે ગેલને ટીમમાં સ્થાન આપ્યું છે. આ દિગ્ગજ ખેલાડી હાલમાં પાકિસ્તાનમાં સુપર લિગ મેચો રમી રહ્યો છે. એડવર્ડ્ઝે હાલમાં જ અબુધાબીમાં ટી-10 ટૂર્નામેન્ટ રમી હતી.

શ્રીલંકાની સામે ટી-20 સિરિઝની પહેલી મેચ 3જી માર્ચથી શરૂ થશે. બીજી મેચ 5મી અને ત્રીજી મેચ 7મી માર્ચે રમાશે. ત્યારબાદ 3 વન-ડેની સિરિઝ રમાશે. ત્રણેય વન-ડે 10, 12 અને 14મી માર્ચે રમાશે. આખરે બંને ટીમો વચ્ચે 21મી અને 29મી માર્ચે બે ટેસ્ટ પણ રમાશે.

વેસ્ટ ઈન્ડિઝની ટીમઃ

ટી-20

કીરોન પોલાર્ડ (કેપ્ટન-), નિકોલસ પૂરન, ફૈબિયન એલેન, ડ્વેન બ્રાવો, ફિડેલ એડવર્ડ્ઝ, આંદ્રે ફ્લેચર, ક્રિસ ગેલ, જેસન હોલ્ડર, અકીલ હુસૈન, ઈવિન લૂઈસ, ઓબેડ મૈકોય, રોમન પોવેલ, લેંડલ સિમન્સ અને કેવિન સિંક્લૈર

વન-ડે

કીરોન પોલાર્ડ (કેપ્ટન-), શાઈ હોપ, ફૈબિયન એલેન, ડેરેન બ્રાવો, જેસન હોલ્ડર, અકીલ હુસૈન, અલ્ઝારી જોસેફ, ઈવિન લૂઈસ, કાઈલ મેયર્સ, જેસન મોહંમદ, નિકોલસ પૂરન, રોમારીયો શેફર્ડ અને કેવિન સિંગ્લૈર