એસએસજીમાં પ૦૦ બેડ, ૪૫૦ વેન્ટિલેટર, ૧૫૦ મલ્ટિપેરા મોનિટર, ર૦ હજાર લિક્વિડ ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક તૈયાર

વડોદરા, તા.૨૯

દેશમાંથી કોરોના મહામારી હજી ગઈ નથી તેવા સંજાેગોમાં દક્ષિણ આફ્રિકા સહિત વિશ્વના દેશોમાં કોરોનાના નવા વેરિઅન્ટ એવા ઓમિક્રોનના વધતા કહેર વચ્ચે દેશના આરોગ્ય મંત્રાલયે સતર્ક રહેવા અનુરોધ કર્યો છે. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કારણે લોકોમાં ડરની દહેશત ફેલાઈ છે. દેશના આરોગ્ય મંત્રાલય દ્વારા પણ આગોતરા આયોજન માટે રાજ્ય સરકારને આદેશો આપ્યા છે.

હાલમાં કોરોનાના આવતા દર્દીઓ પૈકી ૧૦ ટકા દર્દીઓના સેમ્પલો ચકાસણી માટે પૂણે મોકલવામાં આવતા હતા. પરંતુ નવા વેરિઅન્ટ ઓમિક્રોન આવ્યા બાદ કોરોનાના તમામ સેમ્પલો પૂણે મોકલવામાં આવી રહ્યા છે. કોરોનાના નવા વેરિઅન્ટ સાઉથ આફ્રિકા ઉપરાંત ઈઝરાયલ સહિત અન્ય દેશોમાં પણ દેખાયા બાદ ભારતના બેંગ્લુરુમાં બે વ્યક્તિમાં આ નવા વેરિઅન્ટના લક્ષણો જાેવા મળતાં વિદેશથી આવતા પ્રવાસીઓના તમામ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રાજ્યના સ્થાનિક ક્ષેત્રની વાત કરીએ તો શહેરની સયાજી હોસ્પિટલમાં કોરોનાના નવા વેરિઅન્ટ એવા ઓમિક્રોનની તૈયારીના ભાગરૂપે પ૦૦ બેડ તૈયાર કરાયા છે. ૪૫૦ વેન્ટિલેટર, ૧૫૦ મલ્ટિપેરા મોનિટરો, ર૦ હજાર લિક્વિડ ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક અને ૪૦૦ જેટલા ઓક્સિજન કોન્સટ્રેટ તૈયાર હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું. જાે કે, હાલ હોસ્પિટલમાં એકપણ કોરોનાનો દર્દી દાખલ નહીં હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.