15, ડિસેમ્બર 2020
આજથી ધનુર્માસનો પ્રારંભ થયો છે, જે સાથે જ ડાકોરના રાજાધિરાજ રણછોડરાયજી મહારાજની મંગળા આરતીના સમયમાં ફેરફાર થયો છે. ધનુર્માસ દરમ્યાન આજે તા. 15 ડિસેમ્બર થી 14 જાન્યુઆરી સુધી સવારે 6:15 વાગે મંગળા આરતી થશે અને સાંજે 7:00 વાગે ભગવાન રણછોડરાયજી પોઢી જશે. આ માસ દરમ્યાન આ મુજબ નિત્યક્રમ રહેશે. અન્ય સમય રાબેતા મુજબ રહેશે.
- ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે ધનુર્માસની આસ્થાભેર ઊજવણી કરવામાં આવશે. ધનુર્માસના પ્રારંભ સાથે એકમાસ સુધી લગ્ન સહિતના માંગલિક પ્રસંગો યોજાશે નહી.
- ધનુર્માસના પ્રારંભ સાથે ડાકોરના ઠાકોરને દરરોજ 8 વાગે ડ્રાયફ્રૂટવાળો ખીચડો ધરાવવામાં આવશે.ખીચડી સાથે ભગવાનને કઢી અને રીંગણના રવૈયાનું શાક પણ ધરાવવામાં આવશે.
- ધનુર્માસમાં ડાકોરના ઠાકોર ડ્રાયફ્રૂટવાળો ખીચડો આરોગશે
આજથી ધનુર્માસનો પ્રારંભ થયો છે. આ સાથે જ ડાકોરના રાજાધિરાજ રણછોડરાયજી મહારાજની મંગળા આરતીના સમયમાં ફેરફાર થયો છે. જે નિમિત્તે તા 15 ડિસેમ્બર થી 14 જાન્યુઆરી સુધી સવારે મંગળા આરતીનો સમય સવારે 6:15 નો રહેશે.જ્યારે શ્રી રણછોડરાયજી મહારાજ સાંજે 7:00 વાગે પોઢી જશે.