દિલ્હી-

કેન્દ્ર સરકાર દ્વારા આજે સ્ટાર્ટઅપ રેન્કિંગ જાહેર કરવામા આવ્યા છે. જેમાં ગુજરાત પ્રથમ રેન્ક્માં આવ્યુ છે. અગાઉ 2018માં પણ ગુજરાત પ્રથમ આવ્યુ હતું. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ દ્વારા 2018થી સ્ટાર્ટઅપ રેન્કિંગ ફ્રેમવર્ક શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દર વર્ષે જુદા જુદા 30 એકશન પોઈન્ટસના આધારે દરેક સ્ટેટ-યુનિયન ટેરીટરીઝને રેન્કિંગ અપાય છે. દેશમાંથી 22 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોએ ભાગ લીધો હતો.

આ વર્ષે દેશમાંથી 22 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોએ ભાગ લીધો હતો. જેમાંથી ગુજરાત અને અંદમાન નિકોબાર બેસ્ટ પર્ફોમર્સ રહ્યા છે. ગુજરાત ફરી એકવાર સ્ટાર્ટઅપમા ટોપ પર આવ્યુ છે. રેન્કિંગ મુજબ કર્ણાટક અને કેરળ ટોપ પર્ફોમર્સ રહ્યા છે . જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા ઓરિસ્સા સહિતના રાજ્યો લીડર્સની કેટેગરીમાં આવ્યા છે. સમગ્ર દેશમાં 36614 સ્ટાર્ટઅપ્સ માન્ય કરાયા હતા.

પંજાબ અને તેલંગાણા સહિતના રાજ્યો એસ્પાયરિંગ લીડર્સની કેટેગરીમાં આવ્યા છે. દિલ્હી અને મધ્યપ્રદેશના સહિતના રાજ્ય ઈમર્જિંગ ઈકોસીસ્ટમની કેટેગરીમાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં 36614 સ્ટાર્ટઅપ્સ માન્ય કરાયા છે જેમાં 600થી વધુ સ્ટાર્ટઅપ વિવિધ રાજ્યો-પ્રદેશોના સીલેકશનમાં હતા.