વિયેતનામ,તા.૬

કોરોનાવાયરસને કારણે વિશ્વભરમાં ચાહકો વિના ફૂટબોલ ટૂર્નામેન્ટ્‌સ શરૂ થઈ રહી છે. તે જ સમયે, ૫૦ દિવસ પછી દર્શકોની હાજરીમાં વિયેતનામમાં ફૂટબોલની રમત પરત ફરી છે. પ્રોફેશનલ ફૂટબોલ લીગમાં ત્રણ લીગ મેચ રમવામાં આવી હતી. એક મેચમાં તો લગભગ ૩૦,૦૦૦ દર્શકો હાજર હતા. આ સમય દરમિયાન, સોશિયલ ડિસ્ટન્સિગના નિયમોનું પણ ખૂબ પાલન કરવામાં આવ્યું ન હતું. પ્રેક્ષકો એકબીજાની ખૂબ નજીક બેઠા હતા. મોટાભાગના લોકોએ માસ્ક પણ નહોતા પહેર્યા. સ્ટેડિયમમાં પ્રવેશતા પહેલા પ્રેક્ષકોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. મેચ જાવા માટે સ્ટેડિયમમાં આવેલા એક પ્રેક્ષકે  જા અમે કોરોનાથી ડરતા હોત તો અમે મેચ જાવા માટે ના આવત. અમારા દેશમાં કોરોના સામે લડવા માટે અપનાવવામાં આવેલા પગલા લોકોને સ્વસ્થ રાખવામાં સફળ રહ્યા. તો હવે લોકો ઘરની બહાર નીકળીને સ્ટેડિયમ આવી રહ્યા છે. વિયેતનામની ફૂટબોલ ટીમના કેપ્ટન ક્વિ હઇ પણ પ્રેક્ષકોની હાજરીથી ખૂબ જ ખુશ છે.  સ્ટેડિયમમાં પ્રેક્ષકોને જાવા આનંદની લાગણી છે. હું એમ નથી કહેતો કે આપણી સરખામણી અન્ય દેશો સાથે થવી જાઈએ. પરંતુ કોરોના હોવા છતાં, ફૂટબોલ સીઝન શરૂ થઈ છે. તે જણાવે છે કે આપણે કોરોના સામેની લડાઈ કેટલી મજબૂત રીતે લડી છે. વિયેતનામમાં કોરોનાને કારણે માર્ચમાં તમામ રમતો સ્થગિત કરવામાં આવી હતી