છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લામાં સરકારી આરોગ્ય કેન્દ્ર અને ખાનગી દવાખાનાઓમાં ૬૦ વર્ષ કરતા વધુ વયના વ્યક્તિઓને વેક્સીન આપવાની શરૂ આત કરાઈ હતી. છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ દ્વારા માહિતી આપવામાં આવી છે અને સાથે અપીલ પણ કરવામાં આવી છે કે આઅંગે વેબસાઈટ છે તેના ઉપર પોતાનુંરજીસ્ટ્રેશન કરાવે અને ૬૦વર્ષ થી વધુ વય ધરાવ તા તેમજ ૪૫ વર્ષ કરતા વધુ વય ધરાવતા કો-મોરબીડીટીવ એટલેકે ડાયાબીટીસ બલ્ડપ્રેસર એવા રોગો થી પીડાતા તેવા લોકો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને કોરોના ની વેક્સિન લઈ સકે છે કોરોના ની વેક્સિન સંપૂર્ણ રીતે સલામત છે અને દરેક નાગરિકે લેવી જાેઈએ. ત્રીજા તબક્કાની શરૂઆતમાં છોટાઉદેપુર જિલ્લાના જનરલ હોસ્પિટલ સહીત તમામ સામોહિક આરોગ્ય કેન્દ્ર પ્રથામિક આરોગ્ય કેન્દ્ર અને કેટલાક નામાંકિત કરેલા ખાનગી હોસ્પિટલો છે તેમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાની શરૂ આત થઇ ચુકી છે અને આજે મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવા માટે આવી રહ્યા છે વેક્સિનેશન માટે પ્રતિ દિવસ ૧૦૦ જેટલા લાભાર્થીઓ ને વેક્સિન નો ડોઝ આપવામાં આવશે.