અમદાવાદ-

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે, દેશના વૈજ્ઞાનિકોએ દિવસ-રાત મહેનત કરી કોરોના મહામારી સામે રક્ષણ આપતી રસીની શોધ કરી છે અને આ રસીની વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા સરાહના કરવામાં આવી છે. દુનિયાના અન્ય દેશોના લોકો પણ ભારતીય રસીની માગણી કરી રહ્યાં છે. ત્યારે દેશમાં બનેલી આ વેકસીન ખુબજ સફળ છે. હું રાજ્યના દરેક નાગરિકોએ વિના સંકોચે કોઈપણ પ્રકારના ડર રાખ્યા વગર વેકસીન લેવી જોઈએ. તેઓએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં 3.14 લાખ લોકોને કોરોનાની વેકસીન આપવામાં આવી છે. પ્રથમ ડોઝ લીધા બાદ એક મહિના બાદ બીજો ડોઝ આપવામાં આવે છે. વેકસીનેશનની કામગીરી ઝડપથી થાય તે માટે અલગ અલગ શહેરોમાં સેન્ટરો પણ વધારવામાં આવી રહ્યાં છે.