અરવલ્લી : અરવલ્લીના ભિલોડાના માર્કેટયાર્ડ ખાતે મેધરજ, ભિલોડા અને માલપુરના ખેડૂતો માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાગૃતા અને માર્ગદર્શક કાર્યક્રમ ગુજરાત હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના ચેરમેન શંકરભાઇ દલવાડીના અધ્યક્ષ સ્થાને અને સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ચેરમેને પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું ખેડૂતોને ખેતીની સિઝન અને તેમાં ખરીફ સીઝનમાં ખેતી પાકોમાં અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ તેમજ કમોસમી વરસાદ (માવઠું) જેવા આકસ્મિક કુદરતી જોખમોનનો સામનો કરવા પડે છે, આ વિપતવેળાએ સરકાર પડખે રહી સહાય ચૂકવે આવે છે આ ઉપરાંત પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત વિવિધ ખેડૂતોને પાકવીમાથી રક્ષણ પુરૂ પાડવામાં આવ્યું છે. ખેતીમાં વૈવિધ્યતા લાવવા રાજય સરકાર આધૂનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પધ્ધતિનો ઉપયોગ કરી ખેડૂતો માટે સમુધ્ધિના દ્વાર ખોલ્યા છે. રાજય સરકાર ખેડૂત કલ્યાણ અને અનેક પગલાં ઉઠાવી રહી છે. જેના ભાગ રૂપે મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. રાજયના વિકાસમાં ખેતી અને ખૈડૂતોનો બહુમૂલ્ય ફાળો છે. રાજય સરકાર પારદર્શિતા વહીવટથી ખેડૂતોને પૂરતી સહાય મળી તથા પાકના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજય સરકાર કટીબધ્ધ છે. ખેડૂતોને પૂરતી માહિતી મેળવવા તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સંસદ દિપસિંહ રાઠોડે દેશનો ખેડૂત બાપડો ન રહે તે માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત તથા મુખ્ય મંત્રીશ્રી કિસાન યોજના થકી ખેડૂતોના ખાતામાં સીધા- ખાતામાં જમા થાય છે. અને ખેડૂત પોતાના પગભર રહે છે. અને કૃષિ ક્ષેત્રે પોતાનો પૂરતા સહયોગ આપે છે.માન. વડાપ્રધાનશ્રીએ ગુજરાતની નહી પણ આખા દેશના ખેડૂતોની ચિંતા કરી આવી વિમા યોજના અમલમાં મૂકી છે.