અમદાવાદ-

સ્ટેટ GST વિભાગે ઇલેક્ટ્રોથર્મ કંપનીના વિવિધ બ્રાન્ચ ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ભાવનગર અને ગાંધીધામમાં 19 કેસમાં 40 સ્થળે તપાસ હાથ ધરાઇ હતી અને ભાવનગરમાં 11 પેઢી સહિત 19 પેઢી દ્વારા બોગસ બિલો કર્યા હતા અને માલની ફિઝિકલ ડિલિવરી કર્યા વિના કરોડોના વ્યવહારો કરી સરકારી તીજોરીને નુકસાન પહોંચાડ્યું હોવાનું બહાર આવ્યું છે.

સ્ટેટ GSTને મળેલી બાતમીને આધારે 3 ફેબ્રુઆરીની રાત્રે ઇલેક્ટ્રોથર્મ કંપનીની ટ્રકને કલોલ પલોડિયા નજીક આંતરીને તપાસ કરતા બે ટ્રકમાંથી આશરે 34 લાખનો વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ અંગે સાંતેજ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસની ટીમે સ્થળ ઉપર પહોંચીને વિદેશી દારૂની 900 બોટલો કબજે કરી હતી. તેમજ ઇલેક્ટ્રોથર્મ કંપનીના માલિક સામે પોલીસે ગુન્હો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી હતી. સ્ટેટ GST વિભાગના આ સર્ચ ઓપરેશનમાં ઇલેક્ટ્રોથર્મ, હંસ ઇસ્પાત, ઈન્ટિગ્રેટેડ ઇન્ડકશન પાવર અને ઈન્ડસ યુનિવર્સિટી પાસેથી રૂપિયા 11.87 કરોડનો ટેક્સ વસુલ કરાયો હતો.