વડોદરા -

સમાજના વિકાસ માટે અપ્રતિમ ફાળો આપનાર એન.એસ.એસના વોલેન્ટિયર્સને દર વર્ષે એન.એસ.એસ દિવસના રોજ રાજ્યકક્ષાનો એવોર્ડ આપવામાં આવતો હોય છે. જોકે, સૌપ્રથમ વખત એમ.એસ.યુનિવર્સીટીના વિદ્યાર્થીને આ એવોર્ડ મળ્યો છે. એમ.એસ.યુનિવર્સીટીની સોશિયલ વર્ક ફેકલ્ટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી અંકિત પ્રજાપતિ છેલ્લા ત્રણ વર્ષથી એન.એસ.એસ સાથે સંકળાયેલો છે. છેલ્લા ત્રણ વર્ષથી તે ગ્રામીણ ક્ષેત્રના વિકાસ, સ્વસ્થતા અને સ્વચ્છતા વિષે જાગૃતતા લાવવાથી લઈને સેનિટાઇઝેશન, મહિલા સશક્તિકરણ અને યુવા વિકાસના કર્યો કરી રહ્યો હતો. જેને કારણે ચાલુ વર્ષે ૨૪મી સપ્ટેમ્બરના રોજ એન.એસ.એસ દિવસની ઉજવણીના ભાગરૂપે તેને રાજ્યકક્ષાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ વર્ષે રાજ્યમાંથી એન.એસ.એસના કુલ ૩ વોલેન્ટિયર્સને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેમાંથી વડોદરામાંથી અંકિત પ્રજાપતિ એકમાત્ર વોલેન્ટિયર હતો. એમ.એસ.યુનિવર્સીટીમાંથી આ એવોર્ડ મેળવનાર તે એકમાત્ર વિદ્યાર્થી છે.