વડોદરા, તા.૧૮

રાજ્યના પોલીસવડા આજે શહેરની સત્તાવાર મુલાકાત આવ્યા હતા એવા સમયે જ સ્ટેટ વિજિલન્સે સયાજીગંજ વિસ્તારમાં દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડી પોલીસનું નાક કાપ્યું હતું, જેનાથી સફાળી જાગેલી શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પણ સફાળી જાગી નજીકના પારસી અગિયારી મેદાનમાંથી વિદેશ દારૂનો જથ્થો બિનવારસી ઝડપી પાડયો હતો. જેમાં સ્ટેટ વિજિલન્સના આરોપીઓને વોન્ટેડ બતાવી દીધા હતા.

વાર્ષિક ઈન્સ્પેકશન માટે ડીજીપી શિવાનંદ ઝા આજે શહેરમાં આવવાના હતા એ પહેલાં જ આવી ચઢેલી સ્ટેટ મોનિટરિંગ ટીમે સયાજીગંજ રાજશ્રી ટોકીઝ પાસેથી બૂટલેગર જીવરાજ ઉર્ફે જીવો રાધેશ્યામ રાજપૂતના અડ્ડા પર જઈને દરોડો પાડયો હતો. આ દરોડામાં મોનિટરિંગ સેલે દારૂની ર૪ બોટલો ઝડપી પાડી હતી અને ડિલિવરી માટે વપરાતી એÂક્ટવા અને એના ચાલકો સહિત બૂટલેગર જીવાને ઝડપી પાડયો હતો.

ડીજી શહેરમાં હોઈ અને મોનિટરિંગ સેલ આવીને દરોડા પાડી દારૂ ઝડપી પાડે તો શહેર પોલીસનું નામ બદનામ થાય એથી જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જ્યાં મોનિટરિંગ સેલે રેડ કરી હતી એની આસપાસ તપાસ કરતાં નજીકના પારસી અગિયારી મેદાનમાંથી બે મારુતિ ઓમ્ની કાર, એક ઓટોરિક્ષા ઝડપી પાડી હતી. પા‹કગમાં મુકેલા આ વાહનોમાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતાં અંદર જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂ ભરેલી બે હજાર બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જેને ક્રાઈમ બ્રાન્ચે કબજે કરી પાણીગેટ નજીક આવેલી ભદ્ર કચેરી ખાતેની ડીસીબીની કચેરીએ આ જથ્થો લવાયો હતો.

એક તરફ શહેરમાં ડીજફી અને આટલો મોટો દારૂનો જથ્થો ઝડપાતાં મીડિયા પણ ભદ્ર કચેરી ખાતે દોડતું થયું હતું. પરંતુ બિનવારસી મળેલો આ દારૂ કોનો હતો એ કેવી રીતે જાહેર કરવું એની મથામણ લાંબા સમય સુધી ચાલી હતી અને ક્રાઈમ બ્રાન્ચને ગુનો જાહેર કરતાં ખાસ્સો વિલંબ થયો હતો. અંતે વિજિલન્સે ઝડપેલા દારૂના બૂટલેગર જીવા રાજપૂત અને પરેશ ચૌહાણને જ ક્રાઈમ બ્રાન્ચે આરોપી બનાવી દીધા હતા. ખરેખર તો આ જથ્થો એમનો જ હતો એ સાબિત કરવું મુશ્કેલ હતું. કારણ કે, દારૂનો જથ્થો અને વાહનો બિનવારસી પકડાયા હતા. પરંતુ મોનિટરિંગ સેલે વડોદરા પોલીસની ઈજ્જત કાઢતા ગુસ્સે ભરાયેલી પોલીસે અગાઉથી બાતમી મળી હતી એવું જણાવી જીવો અને પરેશને વોન્ટેડ જાહેર કરી આ જથ્થો એમનો જ હોવાનું ઠસાવવાનો પ્રયત્ન કર્યો હતો.