દિલ્હી-

કોરોનાના બીજી લહેર દરમિયાન દરરોજ ભારતમાં આવતા રેકોર્ડ કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે રસીકરણ શરૂ કર્યું છે. નવા નિયમો અનુસાર રાજ્ય અને ખાનગી હોસ્પિટલો હવે સીધી રસી ખરીદી શકે છે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકો 1 મેથી કોરોના રસી મેળવી શકે છે અને જે લોકો રસી લેવા માંગતા હોય તેઓ શનિવાર એટલે કે 24 એપ્રિલથી કો-વિન પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે. રસીકરણના આગલા તબક્કા માટે પોર્ટલ પર નોંધણી 48 કલાકની અંદર શરૂ થશે. cowin.gov.in આ વેબસાઈટ પર 18 વર્ષથી ઉપરના લોકોને રસી માટે ઓનલાઇન કરી શકશે રજીસ્ટ્રેશન

ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટના કોવશીલ્ડ અને ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલા કોવાક્સિનનો ઉપયોગ ભારતમાં કરવામાં આવી રહ્યો છે. આ સિવાય રશિયાની કોવિડ રસી સ્પુટનિક-વીને ટૂંક સમયમાં દેશમાં કટોકટીના ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે એટલે કે બુધવારે સીરમ ઈન્સ્ટિટ્યૂટે જાહેરાત કરી હતી કે તેની રસી રાજ્ય સરકારને 400 રૂપિયામાં વેચશે, જ્યારે ખાનગી હોસ્પિટલોએ તેના માટે 600 રૂપિયા ચૂકવવા પડશે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં દેશભરમાં કોરોના રસીના 13 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં છે.