મુંબઈ-

મુંબઈ શેરબજારમાં આજે નવી કંપની હેપીએસ્ટ માઈન્ડ દ્વારા ઈન્વેસ્ટરોને માલામાલ કરી દેશમાં આવ્યા હતા. પરંતુ સેક્ધડરી માર્કેટમાં મંદીનો આંચકો હતો. સેન્સેકસમાં 329 પોઈન્ટનું ગાબડુ પડયુ હતું.

શેરબજારમાં આજે શરૂઆત જ નબળા ટોને થઈ હતી. હેવીવેઈટ શેરો દબાણ હેઠળ આવવા લાગ્યા હતા જેને પગલે ભાવો ગગડવા લાગ્યા હતા. ઓટોમોબાઈલ્સ, મેટલ, બેંક સહિતના ક્ષેત્રોના શેરોમાં ઘટાડો હતો. હિન્દાલ્કો, શ્રી સિમેન્ટ, ટાટા મોટર્સ, બજાજ ફીનસર્વિસ, રીલાયન્સ, વોડાફોન, યસ બેંક, અદાણી એન્ટરપ્રાઈઝ, પાવરગ્રીડ, ટાટા મેટલીક, સનફાર્મા, ટીસીએસ, બજાજ ઓટો, એચડીએફસી, હિન્દ લીવર, કોટક બેંક, લાર્સન, નેસલે જેવા શેરોમાં ગાબડા હતા. ડો. રેડ્ડી, ઝી એન્ટર, એચસીએલ ટેકનો, ઈન્ફોસીસ, મારૂતીમાં સુધારો હતો.

શેરબજારમાં આજે ઈન્વેસ્ટરોનું ધ્યાન નવા લીસ્ટેડ હેપીએસ્ટ માઈન્ડ પર જ કેન્દ્રીત હતું. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 329 પોઈન્ટના ગાબડાથી 38973 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 93 પોઈન્ટના ગાબડાથી 11511 હતો.