અમદાવાદ-

ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં ઓનલાઈન રમાતા જુગાર સામે લાલ આંખ કરી છે. કોર્ટે સરકારને આદેશ કર્યો કે, ઓનલાઈન ગેમિંગના નામે રમાતા જુગારની પ્રવૃત્તિ બંધ કરાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે કોર્ટે વધુમાં જણાવ્યું કે ઓનલાઈન જુગાર રમવાની પ્રવૃતિમાં સંકળાયેલા હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

નોંધનીય છે કે ઓનલાઇન ગેમિંગના નામે જાે મની લોન્ડ્રિંગ કે વિદેશી ફંડની હેરાફેરી ચાલતી હોય તો તેની સામે પણ સરકાર કડક કાર્યવાહી કરે.. કોર્ટમાં અરજદારે ઓનલાઇન ગેમિંગ અને ગેમ્બલિંગની વેબસાઈટ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી હોવાની રજૂઆત કરી હતી. જે બાદ કોર્ટે સરકારને મહત્વના આદેશ આપ્યા છે.