ભરૂચ, રાજસ્થાન માટે સૂર્ય નગરી એક્સપ્રેસ અને અંકલેશ્વરથી ભરૂચથી લઈને મુંબઈથી વડોદરા સુધી અને છેલ્લે તો સૌરાષ્ટ્ર સુધી લંબાયેલી સયાજીનગરી એક્સપ્રેસની પણ શરૂઆત કરવામાં આવી હતી. જાેકે હાલ સૂર્યનગરી એક્સપ્રેસને જે અંકલેશ્વર ખાતે રાજસ્થાની સમાજ માટે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું એ બંધ કરી દેવાયું છે. આ અંગે અંકલેશ્વર ખાતે કાર્યરત યુનાઇટેડ ક્લબ ઓફ રાજસ્થાનના પ્રમુખ સુશીલભાઈએ જણાવ્યું હતું કે સમગ્ર અંકલેશ્વરમાં ૨૫,૦૦૦ જેટલા રાજસ્થાની લોકો વસે છે જેમને માટે સૂર્યનગરી એક્સપ્રેસ એક સંકટ સમયની સાથી છે. આ સ્ટોપેજ બંધ કરી દેવાતા રાજસ્થાની સમાજે પોતાના વતનને જવું હોય તો શી રીતે જવું એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. ખાનગી બસોના ભાડાં તમામ પરિવારોને પોસાય એવા નથી. અમે કેન્દ્ર સરકારને પણ આ અંગે રજૂઆત કરવાના છીએ. નોંધનીય છે કે મર્હુમ અહમદભાઈ પટેલે અંકલેશ્વરના રાજસ્થાની સમાજના લોકોની રજૂઆત અને લાગણીને ધ્યાનમાં લઈને સૂર્યનગરી એક્સપ્રેસનું અંકલેશ્વર ખાતે સ્ટોપેજ કરાવ્યું હતું. આ અંગે અંકલેશ્વર નગરપાલિકાના વિપક્ષના સભ્ય જહાંગીર પઠાણે જણાવ્યું હતું કે અહેમદભાઇ પટેલના પ્રયત્નોથી સૂર્યનગરી એક્સપ્રેસને અંકલેશ્વર ખાતે સ્ટોપેજ મળ્યું હતું અને અત્યારે એ બંધ કરાયું છે એ અન્યાય છે. આ અંગે ભરૂચના સાંસદથી લઇ કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયનું સુધી રજૂઆત કરવામાં આવશે. રાજસ્થાની સમાજના આટલા મોટી સંખ્યામાં વસતા લોકોમાં અસંતોષની લાગણી અનુભવી રહ્યા છે .