વડોદરા : એમ.એસ.યુનિ.ના પેવેલિયન પાછળ જિમની બાજુમાં આવેલ ઝાડ ઉપર અજાણ્યા શખ્સનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. સયાજીગંજ પોલીસે આ બનાવ મામલે કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.

આ બનાવની વિગત અનુસાર એમ.એસ.યુનિ.ના પેવેલિયન મેદાન પાસે આવેલ જિમ પાછળ ખૂલ્લી જગ્યામાં ઝાડ ઉપર અજાણ્યો શખ્સ ઉં.વ. આશરે ૩૫એ કોઈ અગમ્ય કારણોસર લૂંગી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આજે સવારે ઝાડ ઉપર ગળાફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ નજરે પડતાં ચકચાર મચી હતી. આ બનાવની જાણ સયાજીગંજ પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસે આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અજાણ્યા યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો અને તેના વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે.