દિલ્લી,

મોદી સરકારે દેશની આત્મનિર્ભરતા વધારવા માટે અને આયાત ઓછી કરવા માટે ચીનથી જે સસ્તી ગુણવત્તાવાળા સામાન આવે છે તેનું લિસ્ટ તૈયાર કરવાનું કહ્યું છે.પ્રાપ્ત જાણકારી મુજબ વડાપ્રધાન કાર્યલયમાં હાલ એક ઉચ્ચસ્તરીય બેઠકમાં ચીન પર આયાત નિર્ભરતા ઓછી કરવા અને આત્મ નિર્ભર ભારતને વધારવા માટેના કેટલાક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં અનેક મંત્રાલયના શીર્ષ અધિકારીઓએ ભાગ લીધો. ઉદ્યોગ અને આંતરિક વેપારને વધારતા વિભાગ (DPIIT)એ ઓછી ગુણવત્તાવાળા ચીની આયાત માટે નીતિગત ઉપાયો પર કામ કરી રહ્યું છે જેમાં ઘડીયાળ સિગરેટ જેવી આઇટમો પણ સામેલ છે.આ બેઠકમાં DPIIT, વાણિજ્ય વિભાગ, આર્થિક મામલાના વિભાગો અને રાજસ્વ વિભાગના શીર્ષ અધિકારીઓએ ભાગ લીધો. DPIITએ ચીનમાં બનતા નિમ્ન ગુણવત્તાવાળી આયાતનું એક લિસ્ટ તૈયાર કરવાનું પણ કહ્યું છે. જેમાં સિગરેટ, તંબાકૂ, પેન્ટ અને વાર્નિશ, પ્રિન્ટિંગ સાહી, મેકઅપનો સામાન, શૈમ્પુ, હેરડ્રાયર, કાંચની વસ્તુઓ, ઘડિયાળ, ઇજેક્શનની શીશી સામેલ છે.શનિવારે સીઆઇઆઇ, ફિક્કી અને એસોચેમ જેવા અનેક ઉદ્યોગ સંગઠનો સાથે આ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. અને આયત શુક્લ પર સૂચનો આપવાનું પણ કહ્યું હતું. બેઠકમાં DPIIT અને રાજસ્વ વિભાગને ઓછામાં ઓછું 300 વસ્તુઓ પર સીમા શુક્લ વધારવા મામલે પણ ચર્ચા કરાઇ હતી.અધિકારીઓએ ભારતીય ઉદ્યોગ પર ટેરિફ નીતિ પર પણ ચર્ચા કરી. કારણ કે અનેક ક્ષેત્ર પડોશી દેશોથી મધ્યવર્તી અને કાચા માલની આયાત કરે છે. ઓછી ગુણવત્તાવાળી આયાત સિવાય, DPIITએ અલગથી સસ્તા આયાતિત સામાન પર ભારતીય ઉદ્યોગથી ટૈરિફ લાઇન ડેટાની માંગ કરી છે. જેથી કોઇ નીતિગત કાર્યવાહી કરીને આયાત વુદ્ધિને રોકી શકાય. ચીનની વિરુદ્ઘ આર્થિક નીતિ કાર્યવાહીને અંતિમ રૂપ આપવા માટે ઇન્ડિયા ઇંકથી પણ પ્રતિક્રિયા લેવામાં આવશે.