અરવલ્લી : સાબરકાંઠા જિલ્લા પંચાયત ની સામાન્ય સભા આજે જિલ્લા પંચાયત ના પ્રમુખ રતનબેન સૂતરીયા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં સરકારની નીતિ ઓને વખોડી કાઢી સરકારના કૃષિ બિલનો વિરોધ તેમજ કૃષિ વિષયક ભાવો અને સાધન સહાય ઓછી ફાળવણી નો સભ્યો એ સરકાર સામે વિરોધ નોંધાવામાં આવ્યો હતો અને ખેડૂતો ના હિતમાં આ વિરોધના તમામ મુદ્દાઓ પ્રમુખ સ્થાને થી ઠરાવમાં લેવામાં આવ્યા હતા અને સરકારના કાન ખોલવા જણાવાયું હતું જિલ્લા પંચાયતના સદસ્ય મણીભાઈ પટેલ (સાબરડેરી ડિરેકટર)હર્ષદભાઈપટેલ(પૂર્વ અધ્યક્ષ કારોબારી સમિતિ સાબરકાંઠા જિલ્લા પંચાયત) વગેરે એ સરકાર ની આ ખેડૂતો વિરોધી પ્રજા વિરોધી નિતિઓને વખોડી કાઢી હતી.