રાજકોટ, રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અને ઑમિક્રોન વેરિયેન્ટનો ખતરો તોળાઈ રહ્યો છે બરાબર તેવા સમયે જ મેડિકલ કોલેજ ખાતે સિવિલના ૧૫૦ જુનિયર ડોકટરો હડતાલ પર ઉતર્યા છે. જેને પગલે તબીબો ઈમરજન્સી- થી અળગા થતા દર્દીઓને ખાસ્સી પરેશાની વેઠવી પડી હતી.રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ આવતા હોય છે. ત્યારે રેસિડેન્ટ ડૉક્ટરોની હડતાલને પગલે તેઓ ઓપીડીની કામગીરીથી અળગા થયા છે જેને કારણે દર્દીઓને ભારે હાલાકી થઈ રહી છે. ડૉક્ટરોની હડતાલને કારણે સિવિલમાં બહારગામથી આવતાં દર્દીઓને ખાસ્સી પરેશાની વેઠવી પડી હતી. આ અંગે રાજકોટ ના પ્રમુખ ડો.રવિ કોઠારીએ જણાવ્યું હતું કે, કાઉન્સેલિંગને અસ્થાયી રીતે આગળ વધારી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારનો આ ર્નિણય એકમ ખોટો છે. રેસિડેન્ટ ડૉક્ટર્સની પડતર માંગણીઓમાં -૨૦૨૧ની કાઉન્સેલિંગની પ્રક્રિયા વારંવાર પાછળ ઠેલવાથી સર્જાયેલી રેસિડેન્ટ ડૉક્ટર્સની અછતની પૂર્તિના ભાગરૂપે તાત્કાલિક ધોરણે જ્યાં સુધી નવા રેસિડેન્ટની ભરતી ન થાય ત્યાં સુધી નોન એકેડેમિક જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરની ફાળવણી તથા નિમણૂક તબીબી અધિક્ષક હેઠળ હોસ્પિટલમાં કરવામાં આવે તેવી અમારી માંગ છે. સરકાર રેસિડેન્ટ ડૉક્ટર્સના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવશે તેવી આશા અમે રાખી રહ્યા છીએ. રાજકોટ હોસ્પિટલ ખાતે આજે ૧૫૦ જેટલા તબીબો હડતાલમાં જાેડાઈ વિરોધ નોંધાવી રહ્યા છે. આજે તબીબો ઇમરજન્સી,ઓપીડી અને કોવિડ સહીત તમામ સેવાઓથી અડગા રહી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે મેડિકલ કોલેજ કેમ્પસ ખાતે બેઠેલા તબીબોએ બેનર દર્શાવી સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. અને આગામી દિવસોમાં સરકાર તરફથી કોઈ હકારાત્મક ર્નિણય કરવામાં નહિ આવે તો ગુજરાત યુનિયન દ્વારા ર્નિણય કરી આગામી રણનીતિ જાહેર કરવામાં આવશે.