અમદાવાદ-

કોરોના મહામારીને પગલે હાલ દેશમાં ઓનલાઇન સ્કૂલ અને કોલેજ ચાલી રહીં છે. દરમ્યાન આજે જીટીયુની ઓનલાઇન પરીક્ષા શરૂ થવાની હતી. આ પહેલા બે દિવસ અગાઉ લેવાયેલી પ્રેક્ટીસ ટેસ્ટનો ડેટા લીક થવાની વિગતો સામે આવી છે. જેમાં વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ અને આઇડી પ્રૂફ જેવા કે ડ્રાઇવિંગ લાયસન્સ, આધારકાર્ડ, પાનકાર્ડ, કોલેજ આઇડી અને ચૂંટણીકાર્ડ સહિતના ઓળખ દર્શાવતા દસ્તાવેજાે જાેઇ શકાય છે. જીટીયુ પરીક્ષાના નામે ભળતી વેબસાઇટ તૈયાર કરીને ૧૨૦૦થી વિદ્યાર્થીઓના ડેટા લીક કરાયા છે. જેમાં સૌથી વધું વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. ડેટા લીક થયાની વિગત મામલે જીટીયુ ના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થીઓના ડેટા લીક થવાને લઇને સોશિયલ મીડિયામાં રોષ જાેવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જાે અમારો અંગત ડેટા હેકર્સના હાથમાં આવી ગયો તો સામાજિક અને આર્થિક દ્રષ્ટીઓ મોટુ નુકસાન અમારે સહન કરવું પડશે.

બીજી તરફ આ અંગે જીટીયુઓના સત્તાધીશો તરફથી કોઇ સત્તાવાર નિવેદન કે ખુલાસો સામે આવ્યો નથી. જીટીયુ દ્વારા ૩૦મી ઓનલાઇન પરીક્ષા લેવાના છે જેમાં ત્રીજી ઓગસ્ટથી એમઈ-એમફાર્મ સહિતની પીજી કોર્સીસની પરીક્ષા ચાલશે જેમાં ૧૨૨૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ચાર ઓગસ્ટથી યુજીના ડિગ્રી વિવિધ કોર્સની પરીક્ષા લેવાશે. આ ડિગ્રી કોર્સિસ ૧૯૭૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ડિપ્લોમાં કોર્સિસમાં ૩,૪૭૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઓનલાઈન પરીક્ષા પ્રથમવાર લેવાતી હોય આ પરીક્ષા માટે સજા અલગથી નિયમો નક્કી કરાયા છે અને બુધવારના રોજ જાહેર કરવામા આવ્યા હતા. યુનિ.દ્વારા ઓનલાઈન પરીક્ષા પ્રથમવાર લેવાતી હોય આ પરીક્ષા માટે સજા અલગથી નિયમો નક્કી કરાયા છે અને આજે જાહેર કરવામા આવ્યા છે.જુદી જુદી પાંચ કેટેગરી નક્કી કરવામા આવી છે.

જેમા પ્રથમ કેટેગરીમાં વિદ્યાર્થી જાે કેમેરા સામે સાહિત્ય સાથે પકડાશે કે ઈશારો કરતા પકડાશે તો જે તે વિષયનું પરિણામ રદ થશે.જ્યારે વિદ્યાર્થી કેમેરા સામે ઘણા સમય સુધી ન દેખાય કે કોઈ પણ ગેરરીતિ કરતા પકડાય કે તેનું પરીક્ષાનું ડિવાઈઝ ટીવી, મોબાઈલકે યુએસબી સહિતના અન્ય ડિવાઈઝ સાથે જાેડાયેલુ દેખાશે તેમજ મલ્ટીપલ ડિવાઈઝથી પરીક્ષા આપી હશે કે કેમેરા સામે કોઈ વધુ પડતો અવાજ સંભાળશે અને કોઈ જવાબો લખાવતુ હશે તેવુ જણાશે તો આખા સેમેસ્ટરનું પરિણામ રદ થશે.