આણંદ-

મોગર સ્થિત ડૉ.જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ખાતે શનિવારે એનર્જી એફિશિયન્સી (કાર્યક્ષમપણે ઊર્જાનો વપરાશ) પર સોસાયટી ઑફ એનર્જી એન્જિનિયર્સ એન્ડ મેનેજર્સ અને ડૉ . જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી બંને સંસ્થા સાથે મળીને કામ કરવાના એમઓયુ કર્યા હતા.  

સોસાયટી ઑફ એનર્જી એન્જિનિયર્સ એન્ડ મેનેજર્સ ભારતની ઊર્જા વપરાશ પર કાર્યક્ષમતા અને ઊર્જા બચતની વિવિધ કાર્ય પ્રણાલી પર કાર્યરત અગ્રણી સંસ્થા છે, જે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, મિનિસ્ટ્રી ઓફ પાવર તથા અન્ય સંલગ્ન સંસ્થાઓ સાથે મળીને એનર્જી એફિશિયન્સી ક્ષેત્રે કાર્ય કરી રહી છે. ડીજેએમઆઈટી છેલ્લા એક દાયકાથી આણંદ જિલ્લાની અગ્રણી ઇજનેરી કોલેજ છે, જે ક્લાયમેટ ચેન્જ, એનર્જી એફિશિયન્સી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જેવાં મહત્વના વિષયો પર સેંટર ઓફ એક્સસલેન્સ દ્વારા કામ કરી રહી છે. ક્લાયમેન્ટ ચેન્જ એનર્જી એફિશિયન્સી જેવા વિષયને કાર્બન એમિસન અને ડીપ ડી - કાર્બોનાઝેશન સાથે સાંકળીને વિશ્વ આખાની જેની ઉપર નજર છે તેવા વિષયો ઉપર બંને સંસ્થાઓ સાથે મળીને રિસર્ચ સ્ટડી અને ઇજનેરી ઉપયોગીતા ઉપર એક બીજાને સહકાર આપશે. સોસાયટી ઑફ એનર્જી એન્જિનિયર્સ એન્ડ મેનેજર્સ, થીરુઅનંતપુરમના સમગ્ર ભારતમાં ચેપ્ટર્સ છે. તેનાં તરફથી ગુજરાત ચેપ્ટરના વડા અને નેશનલ ટ્રેઝરર અલ્પેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, એનર્જી એફિશિયન્સી સંલગ્ન કાર્યમાં ડ્ઢત્નસ્ૈં્‌એ ઝ્રઈઁ્‌ અમદાવાદ બાદ ગુજરાત રાજ્યની એક માત્ર ઇજનેરી કોલેજ છે જે સોસાયટી ઑફ એનર્જી એન્જિનિયર્સ એન્ડ મેનેજર્સ સાથે જાેડાઈ રહી છે. આ પ્રસંગે આણંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનર્જી એફિશિયન્સી એન્ડ કલાયમેટ ચેન્જના વડા અને એશિયન ડેવલપમેન્ટ બેંક, ક્લાયમેટ ચેન્જ પેનલિસ્ટ અજય દેશપાંડેએ શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે, બંને સંસ્થાઓ સ્ર્ંેં દ્વારા સંયુક્ત કામગીરી કરીને વિદ્યાર્થીઓને ઉભરતા ક્ષેત્રોમાં રોજગારી અને સેલ્ફ આંત્રપ્રેનિયરશીપની તકો પૂરી પાડશે. ડ્ઢત્નસ્ૈં્‌ કોલેજના ચેરમેન, ડિરેક્ટર્સ તથા સંસ્થાના વિવિધ શાખાઓના વડાઓ દ્વારા આ પ્રસંગે શુભેચ્છા આપવામાં આવી હતી.