શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર આવવા રવાના
14, જુલાઈ 2025 1188   |  

વોશિંગ્ટન: ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સહિતની ટીમે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ઐતિહાસિક યાત્રા પૂર્ણ કર્યા બાદ અંતરિક્ષમાંથી વિદાય લઈ પૃથ્વી પર પરત આવવા માટે રવાના થયા છે. ૨૬ જૂન ૨૦૨૫ના રોજ નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ડ્રેગન યાન દ્વારા શુભાશું શુક્લા અને તેમના સાથી છટ-૪ મિશન પર રવાના થયા હતા. આ મિશનમાં અમેરિકાના અનુભવી અંતરિક્ષ યાત્રી પેગી વ્હિટસન કમાન્ડર તરીકે અને અન્ય સભ્ય પોલેન્ડના સાવોસ ઉઝનાન્સ્કી અને હંગરીના તિબોર કપૂ સામેલ છે. શુભાંશુ શુક્લાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ૧૮ દિવસ વિતાવ્યા બાદ આવતીકાલે પૃથ્વી પર આવશે. આ ચારેય કુલ ૨૫૦થી વધુ વખત પૃથ્વીની પરિક્રમા તરફથી ૬ મિલિયન મીલથી વધુનું અંતર પાર કર્યું. ૧૭ દિવસની આ યાત્રા દરમિયાન અંતરિક્ષ યાનની ટીમે ૬૦થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગ કર્યા, જેમાં માઇક્રોએલ્ગી પર રિસર્ચ અને નવી સેન્ટ્રીફ્યૂગેશન ટેકનિક સામેલ છે.શુભાશું શુક્લા અને ટીમે ગઈકાલે (૧૩ જુલાઈ) ફેરવેલ સેરેમની યોજી હતી. ત્યારબાદ આજે (૧૪ જુલાઈએ) તેઓ આઈએસએસ પરથી પૃથ્વી પર પરત ફરવા રવાના થઈ ગયા છે. તેઓ આવતીકાલે (૧૫ જુલાઈ) બપોરે અંદાજિત ત્રણ કલાકે કેલિફોર્નિયાના કિનારે સ્પ્લેશડાઉનની સાથે થશે. ૈંજીઇર્ંના અનુસાર, પૃથ્વી પર પરત ફર્યા બાદ શુભાંશુ શુક્લાને ૭ દિવસના રિહેબિલિટેશન પ્રોગ્રામથી પસાર થશે, જેથી તેઓ પૃથ્વીની ગુરૂત્વાકર્ષણ સ્થિતિમાં સારું અનુભવી શકે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution