વાઘોડિયા તા.૨૪ 

વાઘોડીયા તાલુકાના ગોરજ ગ્રામ પંચાયતની હદમાં અમરીષભાઈ સરપંચના ઘર પાસે મુનીસેવા આશ્રમ રોડ થી ગોરજ જવાના જાહેર માર્ગ પાસે વરસાદિ કાંષમા મુન્નાઘ્‌વારા તોતીંગ નિલગીરીના વૃક્ષોને થડમાંથી જ કાપી નાંખવાનો મામલા બાબતે ગોરજ ગ્રામ પંચાયતના સરપંચ અમરીષ ભાઈ તથા તલાટીએ લોકસત્તાના અહેવાલ બાદ આબરૂ બચાવવા વાઘોડિયા મામલતદારને લેખીત જાણકારી આપી હોવાનું જાણવા મળે છે.

વાઘોડિયા તાલુકામા ગોરજ ગામે મુની સેવા આશ્રમ બહાર ૧૫ દિવસ અગાઉ નિલગીરીના વૃક્ષોકાપી બારોબાર વેચી દેવાનુ કૌંભાડ નો પર્દાફાશ થતાં વનવિભાગ ઘ્‌વારા આજે હદ વિસ્તારને લઈ ગોરજ ગ્રામ પંચાયતના અંડરમા આવતુ હોવા છતા આજ દિન સુઘી ઠરાવ કે પરવાનગી આપી શક્યા નથી. વનવિભાગ ધ્વારા ડોક્યુમેન્ટની વારંવાર માંગણી કરાતાના છુટકે પોતાની આબરૂ બચાવવા હવે ગોરજ ગ્રામ પંચાયતે પોતાની હદ સ્વીકારી દોષનો ટોપલો મુન્ના નામના લાકડાના વેપારી પર ઠાલવ્યો છે. ત્યારે ૧૫ દિવસ ઊપરાંત કાપેલા નિલગીરીના વૃક્ષો બાબતે ગોરજ ગ્રામ પંચાયત અજાણ હોવાનુ રટણ કરી રહિ હતી. સરપંચના ઘર સામેજ કપાતા વૃક્ષોથી સરપંચ પણ અજાણ હોવાની વાત મિડીયાને કરી હતી. ત્યારે વગર ફરીને મુન્નાનામના વેપારીનુ નામ સામે આવતા ફરીએકવાર ગોરજના સરપંચ અને તલાટી શંકાના દાયરામા આવ્યા છે. થોડા દિવસો અગાઊ લોકસત્તા ના અહેવાલ બાદ વૃક્ષો કોને કાપ્યા છે. તે માટે તલાટી તેમજ વનવિભાહને વારંવાર પ્રશ્ન પુછાતા આ બાબતે અજાણ હોવાની વાત કરતા હતા.