વડોદરા

રેલવેમાં કામ કરતા એક્ટ એપ્રેન્ટિસોને ટ્રેનિંગ લીધા બાદ રેલવેમાં નોકરી આપવામાં આવે તેવી માગ સાથે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા વિશાળ ધરણાં સાથે દેખાવો યોજ્યા હતા.

વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના વડોદરા ડિવિઝનના ડિવિજનલ સેક્રેટરી સંતોષ પવારે ઓલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના આદેશ અનુસાર આજે પ્રતાપનગર ખાતે બપોરે ૧ થી ર સુધી વિશાળ ધરણાં યોજવામાં આવ્યાં હતાં. આ ધરણાં રેલવેમાં ટ્રેનિંગ પૂરી કરી ગયેલા એક્ટ એપ્રેન્ટિસોને રેલવેમાં નોકરી આપવાાં આવે તેવી માગણી રેલવે બોર્ડ સમક્ષ ઓલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશને કરેલ હતી, પરંતુ આજસુધી તે લોકોને નોકરી આપવામાં આવી નથી, જેથી કેન્દ્ર સરકાર સમક્ષ આ માગણી માટે ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ધરણાંમાં માગણી કરવામાં આવી હતી કે, ટ્રેનિંગ પૂરી કરી ગયેલા તમામને એક્ટ એપ્રેન્ટિસોને નોકરી આપવામાં આવે. આ ધરણાંમાં આજે ર૦૦ જેટલા રેલવેના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.