વડોદરા,તા.૨૨ 

એમ.એસ. યુનિવર્સીટી દ્વારા સાયન્સ અને કોમર્સ ફેકલ્ટીમાં નવા એડમિશન માટેની ઓનલાઇન પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. જોકે, કોરોનાને કારણે ૧૨મુ ધોરણ પાસ કરનાર વિદ્યાર્થીઓની માર્કશીટ અને સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ અપાયા ન હોવાથી ઓનલાઇન એડમિશનની પ્રક્રિયાની મુદ્દત લંબાવવા માટે એનએસયુઆઇ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

ધો.૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામો જાહેર થઇ ગયા છે. જેના કારણે એમ.એસ.યુનિવર્સીટી દ્વારા સાયન્સ અને કોમર્સ ફેકલ્ટીમાં નવા એડમિશન માટેની ઓનલાઇન પ્રક્રિયા શરુ કરી દીધી છે. સામાન્ય રીતે રિઝલ્ટ જાહેર થયાના એક સપ્તાહની અંદર જ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને માર્કશીટ અને સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ આપી દેવાતું હતું. ઘણીબધી શાળાઓ દ્વારા હજુ સુધી વિદ્યાર્થીઓને આ બે સતુઓ આપવામાં આવી નથી. આ બાજુ યુનિવર્સીટી દ્વારા પ્રવેશની પ્રક્રિયા શરુ કરી દેવાઈ હોવાથી ઘણાબધા વિદ્યાર્થીઓ આ બે ડોક્યુમેન્ટ ન હોવાને કારણે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. જેને લઈને આજે એનએસયુઆઇ દ્વારા હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી.