વડોદરા, તા. ૬ 

હાલમાં એમ.એસ યુનિવર્સીટીની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશની પ્રક્રયાઓ ચાલી રહી છે. એવામાં યુનિવર્સીટીનું ઓનલાઇન પોર્ટલ અવારનવાર ખોટકાઈ રહ્યું હોવાથી એબીવીપી દ્વારા એડમિશનની તારીખો લંબાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, એમ.એસ. યુનિવર્સીટીની મોટાભાગની ફેકલ્ટીઓ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે એડમિશનની ઓનલાઇન પ્રÂક્રયા શરુ કરી દેવાઈ છે. પરંતુ યુનિવર્સીટીનું ઓનલાઇન પોર્ટલ વારંવાર ખોટકાઈ રહ્યું હોવાથી ઘણાબધા વિદ્યાર્થીઓને પ્રોસેસ માટે અગવડતા પડી રહી છે. કોમર્સ ફેકલ્ટીમાં એસ.વાય અને ટી.વાય ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૮ જુલાઈ છે અને મોટાભાગના વિદ્યાર્થીઓને ઓનલાઇન પ્રોસેસમાં તકલીફ પડી રહી હોવાથી આજે એબીવીપી દ્વારા તારીખ લંબાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.