ડભોઇ -

ડભોઇ તાલુકા સહિત વડોદરા જીલ્લા નો મુખ્ય મંત્રી કિશાન સહાય યોજનામાં સમાવેશ ન થતાં ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા બે દિવસ અગાઉ મુખ્યમંત્રી ને યોગ્ય રજુઆત માં જણાવ્યું હતુંકે ચોમાસાની ઋતુમાં વધુ વરસાદ પડવાને કારણે અને વડોદરા જિલ્લામાં નર્મદા ડેમ માંથી લાખો કયુસેક પાણી છોડાતા સર્જાયેલી પૂરની સ્થિતિ ના કારણે ખેડૂતોને મોટું નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે.

ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરકારે ખૂબ સારો ર્નિણય લેતાં રૂપિયા ૩૭૦૦ કરોડનું આર્થિક વળતર પેકેજની જાહેરાત કરતા ખેડૂતો માં આનંદની લાગણી સેવાઈ રહી હતી. પરંતુ સરકારે પેકેજ અંતર્ગત જાહેર કરેલા ૨૦ જીલ્લા ના ૧૨૫ તાલુકા ઓમા વડોદરા જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો છે. જેથી બાકાત રાખવામાં આવેલા વડોદરા જીલ્લા ને આવરી લઇને સંબંધિત અધિકારી ને વહેલી તકે સૂચના આપી સર્વે કરાવી ને ખેડૂતોને નુક્સાન વળતર ચુકવવા ની માંગ કરી હતી. ભારે વરસાદ અને પૂરની સ્થિતિ માં વડોદરા જિલ્લાના અનેક ગામો, ખેતરોમાં પાણી ભરાતા ભારે નુક્શાન થયું છે. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા બે ત્રણ દિવસ અગાઉ ખેડૂતો ના હિત માટે મુખ્યમંત્રી ને રજુઆત કરી વળતર ની માંગ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ ડભોઇ તાલુકા સરપંચ પરિષદ ના કાર્યકરાઓ અને તાલુકા ના સરપંચો દ્વારા સેવાસદન ખાતે આવેદન પત્ર પાઠવી તાત્કાલીક ધોરણે વડોદરા જીલ્લા ના ખેડૂતો ની કિશાન સહાય યોજના માં સમાવેશ કરવા ની માંગ કરી હતી.ડભોઇ સહિત તાલુકા માં તુવેર, દિવેલા, કપાસ ના પાકો ને ૧૦૦% જેટલું નુકશાન થયાનું કહ્યું હતું.