વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના કમિશ્નર સ્વરૂપ.પી સમક્ષ શહેરના બિલ્ડરોના સંગઠન દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી.જેમાં પાલિકાના કમિશ્નર દ્વારા ક્રેડાઈ વડોદરાની કોમર્ષયલ એનએને લગતી સમસ્યાનું તુર્તજ નિરાકરણ લાવ્યા હતા. તેઓએ હાલના ઉભા થયેલા સંજાેગોમાં શરતી રજાચિઠ્ઠીની બાંહેધરી આપતા મુંઝવણનો અંત આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૧૪ ડિસેમ્બરના રોજ ક્રેડાઈ વડોદરાના અધ્યક્ષ હેમંતભાઈ પટેલ અને પ્રમુખ પ્રિતેશ શાહની આગેવાનીમાં ક્રેડાઈનું પ્રતિનિધિ મંડળ પાલિકાના કમિશ્નર સ્વરૂપ પી.ને મળ્યું હતું. આ મિટિંગમાં ક્રેડાઇના અગ્રણીઓએ હાલમાં વિકાસ પરવાનગીઓ આપતી વખતે કોમર્શિયલ એનએનો આગ્રહ રાખવામાં આવે છે. એ બાબતને લઈને ધારદાર રજૂઆત કરી હતી.જેનું સુખદ નિરાકરણ આવવા પામ્યું છે. જેમાં પાલિકાના કમિશ્નરે શરતી રજાચિઠ્ઠી આપવામાં આવશે. એવી બાંહેધરી આપી છે. આ ઉપરાંત ઇન્ક્રીમેન્ટલ કોન્ટ્રીબ્યુશન અંગે પણ વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. એ બાબતે અભ્યાસ કરીને એમાં કયા પ્રકારના સુધારાઓ થઇ શકે છે એ અંગે પુનઃ મિટિંગ કરીને એનું પણ સુખદ નિરાકરણ લાવવાની બાંહેધરી આપી હતી. આ ઉપરાંત હાલમાં જે ઓનલાઇન કોમર્શિયલ એનએની પ્રક્રિયાની અંદર જે સાત બારના પાના બંધ થઇ ગયા છે. તે સીટી સર્વેમાં ઓનલાઇન થયું નથી. જેના લીધે અસંખ્ય ફાઈલો કોમર્શિયલ એનએ વિના અટકી પડી છે. આ બાબત અંગે પણ ક્રેડાઈવડોદરા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. આને લઈને રાજ્ય સરકારને લાખો રૂપિયાની પ્રીમિયમની આવક થતી અટકી ગઈ છે. તેમજ જ્યાં સુધી ઓનલાઇનની પ્રક્રિયા ચાલુ ન થાય ત્યાં સુધી હાલ પૂરતું ઓફલાઈન પ્રક્રિયા કરીને પણ આવી ફાઈલોને મંજૂરી આપવામાં આવે તો ઝડપથી ઘણી બધી ફાઈલોનો નિકાલ થઇ શકે એમ છે. એની સાથોસાથ સરકારને પણ નોંધપાત્ર આવક થઇ શકે એમ છે. જે બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા પણ હકારાત્મક અભિગમ દાખવીને નિરાકરણ લાવવામાં આવશે એવો વિશ્વાસ ક્રેડાઈ વડોદરાના અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો.