વડોદરા, તા.૧૫ 

કોલેજાે અને યુનિવર્સિટીમાં કાયદા વિદ્યાશાખામાં પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી. ત્યારે આ પ્રક્રિયા ત્વરિત શરૂ કરવામાં આવે તેવી માગ સાથે એબીવીપીએ આવેદનપત્ર આપ્યું હતું.

જિલ્લા કલેકટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, હાલ દરેક યુનિવર્સિટીઓના ગ્રેજ્યુએશનના પરિણામો જાહેર થઈ ગયા છે. કાયદા વિદ્યાશાખામાં અભ્યાસ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓની હાલ પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. થોડાં સમય પહેલાં બીસીઆઈ દ્વારા પરિપત્ર કરીને જરૂરી પૂર્તતા કરવા માટેના આદેશ આપેલ છે જેની પૂર્તતા સરકાર દ્વારા કરવી જરૂરી છે. જેથી દરેક કોલેજાે-યુનિવર્સિટીઓ દ્વારા નિયમો પરિપૂર્ણ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરેલ છે. જ્યાં સુધી સરકાર અને કોલેજ, યુનિવર્સિટી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થાય નહીં ત્યાં સુધી પ્રવેશપ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં કાયદા વિદ્યાશાખામાં પ્રથમ વર્ષમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ ખૂબ જ મૂંઝવણમાં છે. જેથી કોલેજાે-યુનિવર્સિટીમાં વહેલી તકે કાયદા વિદ્યાશાખામાં પ્રથમ વર્ષમાં પ્રવેશપ્રક્રિયા તુરંત આગામી ત્રણ દિવસમાં શરૂ કરવામાં આવે તેવી માગ કરી છે.