દિલ્હી-

સદા નવા નવા વિવાદો સર્જતા ભાજપના નેતા ડૉક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામીએ વડા પ્રદાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આપણા રાષ્ટ્રગીતમાં ફેરફાર કરવાની માગણી કરી હતી. ત્યાર બાદ આ પત્ર ટ્‌વીટર પર પણ રજૂ કર્યો હતો.

સ્વામીએ લખ્યું છે, ‘1949ના નવેંબરની 26મીએ બંધારણીય સભાના છેલ્લા દિવસે બંધારણીય સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે મતદાન લીધા વિના જન ગણ મન... ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરી દીધું હતું. જાે કે તેમણે પણ એ શક્યતા વિચારી હતી કે ભવિષ્યમાં સંસદ આ ગીતના શબ્દોમાં ફેરફાર કરી શકતી હતી. વાસ્તવમાં આ ગીત 1912માં ભારત આવેલા બ્રિટનના રાજવીના માનમાં રચાયેલી હતી. નોબેલ પારિતોષિક વિજેતા ગીતકાર કવિ રવીન્દ્રનાથ ટાગોર રચિ આ ગીત પહેલીવાર 1911 ના ડિસેંબરની 27મીએ ગવાયું હતું. આ ગીતમાં વર્ણવાયેલાં ઘણાં સ્થળો હવે ભારતમાં નથી અને ઘણાંના નામ બદલાઇ ચૂક્યાં હતાં. એ સંજાેગોમાં આ ગીતના શબ્દોમાં હવે ફેરફાર કરીને નવું ગીત તૈયાર કરાવવું જાેઇએ અને એને રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવું જાેઇએ.’ આ પત્રના અનુસંધાનમાં હજુ કોઇ રાજકીય પક્ષ કે નેતા તરફથી કોઇ પ્રતિભાવ પ્રગટ થયા નહોતા.