ગાંધીનગર,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિની સહ અસ્તિત્વ -કો એક્ઝીસ્ટન્સની ભાવનાને ‘‘જીવો અને જીવવા દોના સંસ્કાર વારસાથી વન્યજીવોના રક્ષણ, જતન, સંવર્ધનથી આપણે વધુ સુદ્રઢ બનાવી છે તેમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વન્ય પ્રાણી સપ્તાહના સમાપન પ્રસંગે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, આગવી વૈવિધ્યતા ધરાવતા ગુજરાતમાં વન વિરાસત, વન્ય પ્રાણીસૃષ્ટિ, દરિયાઇ જીવસૃષ્ટિ સૌની લાક્ષણિકતા ટકાવીને વિકાસ-સંવર્ધન થાય તેવી આપણી નેમ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન વિભાગ દ્વારા પ્રતિવર્ષ ગાંધીજયંતિ તા. ર ઓકટોબરથી એક સપ્તાહ એટલે કે તા.૮ ઓકટોબર સુધી ઉજવાતા રાજ્યવ્યાપી વન્યપ્રાણી સપ્તાહનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થઇને સમાપન કરાવ્યું હતું. રાજ્યના વન-પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા જામનગરથી તેમજ રાજ્યભરના પ૮૩ સ્થળોએથી જન પ્રતિનિધિઓ,પદાધિકારીઓ તેમજ વનપ્રેમીઓ, વન્યજીવ પ્રેમીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, વન કર્મીઓ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ‘બાયસેગ’ સેટ કોમ માધ્યમથી આ સમારોહમાં જાેડાયા હતા મુખ્યમંત્રીએ ર૩ અભ્યારણ્યો અને ૪ રાષ્ટ્રિય ઉદ્યાનો તેમજ એશિયાટિક લાયનની આગવી મિરાત ધરાવતા ગુજરાતમાં વન્યજીવોના રક્ષણ માટે વન સાથે જન જાેડીને ગુજરાતે સફળ આયામો પાર પાડયા છે, તેની પણ ભૂમિકા આપી જણાવ્યું હતું કે, દેશના ગૌરવ સમા ગિરના સાવજની વસ્તી આજે ૬૭૪ જેટલી થઇ ગઇ છે. જે વર્ષ ર૦૧પની તુલનાએ ર૦ર૦માં સિંહની વસ્તીમાં ૨૮.૮૭ ટકાની વૃદ્ધિ જાેવા મળી છે. રાજ્ય સરકારના વન વિભાગે વન્યજીવોની ટ્રેકિંગ સિસ્ટમ વધુ મજબૂત કરવા માટે ટેકનોલોજીનો સઘન ઉપયોગ કર્યો છે, રેડિયો કોલર સિસ્ટમ, ટ્રેકિંગ ડિવાઇસ અને જી.પી.એસ સાથેની વાહન સુવિધા, ઘાયલ વન્યજીવની સારવાર માટે રેસ્કયુ સેન્ટર અને એનિમલ કેર એમ્બ્યુલન્સ જેવી ટેકનોલોજીયુકત સુવિધા સરકારે વિકસાવી છે. ગુજરાત પાસે જે વન્ય પ્રાણીસૃષ્ટિનું વૈવિધ્ય છે તે જળવાઇ રહે અને તેનું સંવર્ધન રક્ષણ થાય તે માટે પણ સરકારે હાથ ધરેલા નવતર અભિગમની વિશેષતા પણ જણાવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વેળાવદર કાળિયાર નેશનલ પાર્કમાં લેસર ફલોરિકન બ્રિડીંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે. મુખ્યમંત્રીએ નળ સરોવર બર્ડ સેન્ચ્યુરી અને થોળ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં ર૦૦૦થી ર૦ર૦ બે દાયકા દરમિયાન પક્ષીઓમાં થયેલી વૃદ્ધિના સંકલિત વિવરણ ‘‘પોપ્યુલેશન એસ્ટીમેશન’પ્રકાશનનું વિમોચન પણ કર્યુ હતું.