રાજપીપળા :  ગુજરાતનું પ્રથમ સી પ્લેન ૨૬ મી ઓક્ટોબરે કેવડિયા ખાતે ઉતારવામાં આવ્યું હતું.માલદીવથી ૨૫મી ઓક્ટોબરે બપોરે કેવડિયા આવવા નીકળેલું સી પ્લેન કોચી ખાતે ઇંધણ ભરાવી ગોવા પહોંચ્યું હતું ગોવા ખાતે રાત્રી રોકાણ કરી બપોરે ૧૨ વાગે કેવડિયા ખાતે આવ્યું પહોંચ્યું હતું. સી પ્લેન આવતા નિગમ એમડી રાજીવ ગુપ્તા તેમના સાથી અધિકારીઓ દ્વારા સી પ્લેનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ સી પ્લેન સાથે આવેલો ૫ કૃ મેમ્બરનો સ્ટાફ ગુજરાતમાં ૬ મહિના સુધી રહેશે અને અહીંના પાયલોટને ટ્રેનિંગ આપશે.આ “સી” પ્લેનમાં ૧૮ મુસાફરો બેસે તેવી વ્યવસ્થા છે પણ હાલ માત્ર ૧૪ મુસાફરો જ સફર કરી શકશે.ખાસ કરીને આ “સી” પ્લેન કેવડિયાથી ૧૩૬ કિલોમીટરનું હવાઈ અંતર માત્ર ૪૫ મિનિટમાં કાપશે.”સી” પ્લેનનું બપોરના ૨.૩૦ કલાકે ટેસ્ટિંગ માટે અમદાવાદ જવા ઉડાન ભરી હતી. સી પ્લેન કેવડિયાથી અમદાવાદ સુધીની ટેસ્ટિંગ સફર પણ કરી શકે છે.ગુજરાતના પ્રથમ સી પ્લેન પર માલદીવ અને ભારતના રાષ્ટ્રીય ધ્વજનો સિમ્બોલ પણ છે. 

સી પ્લેનથી ગુજરાત પ્રવાસનને નવો વેગ મળશે.કોચીથી ગોવા ટ્રાન્ઝિકટ પૂર્ણ કર્યા બાદ હાલ ગુજરાત કેવડિયા તળાવ નંબર ૩ ખાતે આવી પહોંચ્યું હતું. સી પ્લેન માલદીવથી મંગાવવામાં આવ્યું છે.કેવડિયાથી અમદાવાદ દિવસમાં ૮ વાર સફર કરશે.આ “સી” પ્લેનનું સંચાલન સ્પાઈસ જેટ કંપની દ્વારા કરવામાં આવશે.આ “સી” પ્લેનની ખાસિયત એ છે કે એમાં વહીલ નથી, જ્યારે અન્ય “સી” પ્લેનમાં વહીલ હોય છે, આ “સી” પ્લેન ૮૦૦૦ થી ૧૦૦૦૦ ફૂટની ઊંચાઈ પર ઉડશે જેથી પ્રવાસીઓ નિચેનો નજારો પણ જોઈ શકશે, સામાન્ય પ્લેનની જો વાત કરીએ તો વધારે ઊંચાઈ પર વાદળોની વચ્ચે ઉડતું હોવાથી પ્રવાસીઓ નીચેનો નજારો જોઈ શકતા નથી.અત્રે એ ઉલ્લેખનીય છે કે આગામી ૩૧ મી ઓક્ટોબરે આ સી પ્લેન કેવડિયા ખાતે આવી પહોંચશે, ઁસ્ મોદી કેવડીયાથી “સી” પ્લેનનું ઉદ્‌ઘાટન કરી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ તરફ જવા રવાના થશે.

સી પ્લેન દરરોજ અમદાવાદથી કેવડિયા ૮ ટ્રીપ લગાવશે.૨૨૦ કિમીની યાત્રા સી પ્લેન માત્ર ૪૫ મિનીટમાં પૂર્ણ કરશે.સવારના ૮ વાગ્યેથી અમદાવાદ રિવરફ્રન્ટ પરથી પ્રથમ ફ્લાઇટ ઉપડશે.૬ માસ સુધી વિદેશી પાયલોટ સી પ્લેનના પાયલોટને તાલીમ આપશે.

સી પ્લેનમ ૧૯ લોકોને બેસાડવાની ક્ષમતા છે.૩૦૦ મીટરના રનવે પરથી ઉડાણ ભરી શકે છે.એમ્ફીબિયસ કેટેગરીનું પ્લેન છે.કેનેડામાં સૌથી વધારે સી પ્લેન ઉડે છે. એક વ્યક્તિની ટિકીટ ૪૮૦૦ રૂપિયા રહેશે.