રાજકોટ, રાજકોટ-મોરબી હાઇવે પર બેડી પુલ પરથી પસાર થતી કાર પસાર થઇ રહી હતી. જેમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. આ સમયે ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જાેકે કારચાલકે સમય સુચકતા દાખવી કારમાંથી નીચે ઉતરી જતા કોઈ જાનહાનિ થઈ નહોતી. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ-મોરબી હાઇવે પર રાજકોટથી મોરબી તરફ જતી હ્યુન્ડાઇ કંપનીની સફેદ કલરની  બેડી ચોક નજીક પુલ પર પસાર થઇ રહી હતી. ત્યારે કારમાં અચાનક આગ લગતા નાસભાગ મચી ગઈ હતી. જેમાં કારચાલક સમય સૂચકતા દાખવી નીચે ઉતરી ગયો હતો અને તત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયરબ્રિગેડ સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ડ્રાઇવરની સમયસૂચકતાના કારણે કોઇ જાનહાનિ થઈ નહોતી. પ્રાથમિક તપાસમાં કાર સીનેજી હોવાનું અને શોટસર્કિટ થવાના કારણે એન્જીનના ભાગમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જાેકે આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી.