વડોદરા : ત્રણ ખાસ અગાઉ જ સી.આઇ.એલ.એફ.ના જવાન સાથે પ્રેમ લગ્ન કરી વડોદરા માંજલપુર દરબાર ચોકડી પાસે આવેલી વૈકુંઠ ફ્લેટમાં રહેતી સહેલીને ત્યાં પતિ સાથે બે ત્રણ દિવસ માટે રહેવા આવેલી નવ પરિણીતાએ પતિ અને બહેનપણીની ગેર હાજરીમાં ભેદી સંજાેગોમાં નગ્ન હાલતમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં વૈકુંઠ ફ્લેટમાં ચકચાર મચી જવા પામી હતી.

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નેલસુરગામ તળાવ ફળિયામાં રહેતી શિતલબેને ત્રણ માસ અગાઉ જ સી.આઇ.એલ.એફ.માં નોકરી કરતા જવાન રાહુલકુમાર પરમાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. પતિ રાહુલકુમાર પરમારનું પોસ્ટીંગ ઉત્તર પ્રદેશ હોવાથી તે શિતલ સાથે પ્રેમ લગ્ન કરી નોકરી ઉપર હાજર થયો હતો. દરમિયાન શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી યોગીતાબેન ખાનગી મોલમાં ફરજ બજાવતી હોય તેણીએ પતિ સાથે છુટાછેડા લીધા બાદ માંજલપુર દરબાર ચોકડી વૈકુંઠ એપાર્ટમેન્ટ ફ્લેટમાં ભાડે રાખીને રહેતી હતી. યોગીતા કનોજીયા તેની અન્ય બહેનપણી થકી ત્રણ મહિના અગાઉ મૃતક શિતલ પરમાર સંપર્કમાં આવી હતી.

શિતલ અને યોગીતા બન્ને વચ્ચે ગાઢ મિત્રતા થતાં બન્ને સહેલીઓ એક સાથે જ ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતાં. જાેકે ૧૫ દિવસ પહેલા જ શિતલે યોગીતાને જણાવ્યું હતું કે, મારા પતિ નોકરીમાંથી રજા લઇને આવે છે. એમ કહીને તે જતી રહી હતી. તે બાદ ગત તા.૧૪મી માર્ચના રોજ શિતલ અને તેનો પતિ રાહુલકુમાર યોગીતા કનોજીયાને ત્યા આવ્યા હતાં. અને કહ્યું હતું કે આજનો દિવસ એટલે કે એક દિવસ રોકાવું છે. કાલે જતા રહીશું તેમ જણાવી બન્ને રોકાયા હતાં. બીજા દિવસે સવારે યોગીતાબેન તેના નોકરીના સમયે ટીફીન બનાવી ઘરેથી નીકળ્યા નોકરી પર ગઇ હતી.

એ દરમિયાન સહેલી અને પતિની ગેરહાજરીમાં શિતલે ભેદી સંજાેગોમાં નિવસ્ત્ર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યોગીતા સાંજના સમયે નોકરી પરત ઘરે આવ્યા ત્યારે ફ્લેટના લોખંડની જાળી ખુલ્લી અને લાકડાનો દરવાજાે બંધ હોવાથી યોગીતાબેને ધક્કો મારીને ખોલ્યો હતો. સહેલી શિતલે વિચિત્ર પ્રકારે ફાંસો ખાઘેલી હાલતમાં નજરે પડતાં તેણી ચોંકી ઉઠી હતી અને તેનો પતિ પણ હાજર ન હોવાથી યોગીતાબેને પોલીસ કંટ્રોલને બનાવની જાણ કરી હતી. પોલીસે કંટ્રોલમાંના માંજલપુર પોલીસને બનાવનો સંદેશો આપતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને નિવસ્ત્ર શિતલની લાશને નીચે ઉતારી ચાદર ઢાંકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

હત્યા કે આત્મહત્યા ઃતપાસ શરૂ

રહસ્યમય સંજાેગોમાં સહેલીના ઘરમાં આપઘાત કરનાર શિતલ અને પતિ રાહુલ બન્ને સાથે બજારમાં ખરીદી કરવા પણ ગયા હતાં. ત્યાર બાદ તેઓ શહેરમાં રહેતા દુર સંબંધને મળવા ગયા હતાં. જ્યાં તેઓ સબંધને મળીને પરત વૈકુંઠ એપાર્ટમેન્ટમાં આવતી વખતે રાહુલે બન્નેને જમવા માટે પુલાવ પણ સાથે લાવ્યા હતાં. જમ્યા બાદ, પતિ રાહુલ મિત્રની બાઇક લઇને કામ અર્થે નિકળ્યો હતો. તે વખતે સમા પોલીસે રાહુલને રોકી બાઇકના કાગળો માંગ્યા હતાં પરંતુ રાહુલ પાસે મિત્રની બાઇકના કાગળો ન હોવાથી પોલીસે તેની બાઇક ડીટેઇન કરી હતી. તે છોડાવવા માટે પત્ની શિતલને કહીને સમા પોલીસ મથકે ગયો હતો. એ દરમિયાન શિતલ પરમારે પતિ અને બહેનપણીની ગેર હાજરીમાં નિવસ્ત્ર બની ભેદી સંજાેગોમાં ગળેફાંસો ખાઇને ફાણી દુનિયાને અલવિદા કહી દીધી હતી.નિવસ્ત્ર બનીને આપઘાત કરવો પતિને સમા પોલીસ મથકે મિત્રનું બાઇક છોડાવવા જવું એ પોલીસ માટે કોયડારૂપ રહસ્યના વમળો સર્જાયા છે.