ડભોઇ

તેનતલાવ ગામના લીમડી વસાહત ના રહેવાસી યુવક જતીન ચંદ્રકાંત તડવી ઉ.વ ૧૯ અને યુવતી શ્વેતા કનુભાઈ તડવી ઉ.વ ૨૦ બંને એકબીજાના પ્રેમમાં ધણા સમયથી હતા. યુવક અને યુવતી ૨૫ ડિસેમ્બર ની રાત્રીએ ઘરેથી ભાગી નીકળ્યા હતા. શોધખોળ દરમિયાન તેનતલાવ થી માનપુરા ગામ જવાના રોડ ની બાજુમાં આવેલા ખેતરમાં આજરોજ ઝાડ પર દોરડા વડે લટકેલા બંન્ને નો મૃતદેહ મળી આવ્યા હતા. બંને એકબીજાના પ્રેમમાં હોય લગ્ન નહીં થાય એવું મનમાં રાખી દોરડા વડે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાની મળતી વિગત તેનતલાવ ગામ ના સરપંચ અલ્પેશ તડવી ની ફરિયાદ ના આધારે ચાંદોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી સાથે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ડભોઇ ખસેડયા હતા તાલુકાના તેનતલાવ લીમડી નવી વસાહત ના પ્રેમી પંખીડાઓએ એકબીજા સાથે લગ્ન નહિ થતા હોવાથી મનમાં લાગી આવતા પોતાની જાતે નજીકના ખેતરમાં લીમડાના ઝાડ ઉપર દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ચાંદોદ પોલીસ આઉટ પોસ્ટ માંથી મળતી વિગતો અનુસાર ડભોઇ તાલુકાના તેનતળાવ લીમડી નવી વસાહત મા રહેતા કનુભાઈ અંબાલાલ તડવી ની દીકરી શ્વેતાબેન ઉમર ૨૦ તથા ચંદ્રકાંત રામજીભાઈ તડવી ના દિકરા જતીનભાઈ ઉંમર વર્ષ ૧૯ ના હો છેલ્લા ઘણા સમયથી એકબીજા સાથે પ્રેમસંબંધ હોય એકબીજા સાથે લગ્ન નથી થતાં તે મનમાં લાગી આવતા ગામે નજીક પોતાની જાતે ખેતરમાં સમડા ના ઝાડ ઉપર દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી બનાવને પગલે તાલુકાના ચાંદોદ પોસઈ ચૌહાણ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો જ્યાં તેઓએ બંને લાશનો કબજાે મેળવી કાર્યવાહી હાથ ધરી હતી.