સુરત : હીરાઉદ્યોગના રત્નકલાકારોના પ્રશ્નો માટે છેલ્લાં ઘણાં સમયથી લડત ઉપાડનારા સુરત રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ કામરેજ તાપી નદીના પુલ પરથી કુદીને આપઘાત કર્યો. તાપી નદીમાંથી ફાયર બ્રિગેડ દ્વારા તેમનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો છે. જયસુખભાઇનો મૃતદેહને જાઇ પરિવાર પર આભ ફાટી ગયુ હતુ. જયસુખભાઇએ આપઘાત કર્યા હોવાના સમાચાર હિરા ઉદ્યોગમાં પ્રસરી જતાં રત્ન કલાકારોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.

ફાયર બ્રિગેડ અને પોલીસને કામરેજ તાપી બ્રિજ પરથી જયસુખભાઇના ચંપલ અને બાઇક કામરેજ પુલ ઉપરથી મળી આવ્યા હતા.રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાનો મોબાઇલ ફોન ગઈકાલે રાત્રીના સાડા આઠ પછી બંધ થઈ ગયો હતો. આજે સવારે તેમનો મૃતદેહ કામરેજ નજીકના તાપી નદીમાંથી કઠોદરા ગામેથી મળી આવ્યો હતો.કામરેજ તાપી નદીના પૂલ પરથી તાપી નદીમાં રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ મોતની છલાંગ લગાવી દીધી છે. તાપીમાં જયસુખ ગજેરાએ ભૂસકો લગાવ્યાની જાણ થતાં કામરેજ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિકો સહિત તંત્રએ તપાસ હાથ ધરતાં તાપી નદીમાંથી જયસુખ ગજેરાનો મૃતદેહ મળી આવ્યો હતો. જયસુખ ગજેરાએ આર્થિક સંકડામણના કારણે આપઘાત કરી લીધો હોવાનું ચર્ચાઈ રહ્નાં છે.જો કે, હજુ આત્મહત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જયસુખભાઈએ રાત્રે ચેમ્બર્સ ઑફ કોમર્સના પ્રમુખ સાથે વાતચીત કરીને પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેવાની વાત કરી હતી. તેઓએ કામરેજની તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. રાત્રે તેઓનો ફોન પર સંપર્ક ન થઈ શકતા પરિવારના લોકોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન તેમનું બાઈક અને ચપ્પલ કામરેજના કઠોર બ્રિજ પાસેથી મળી આવ્યા હતાં.