ભુજ-

ચોમાસા પહેલાં રાજયમાં જળસંગ્રહનો વ્યાપ વધે તે માટે તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ તથા રીપેરીંગ, હયાત જળાશયોનું ડીસીલ્ટીંગ, તળાવોના પાળા, વેસ્ટવિયરનું મજબૂતીકરણ, હયાત નહેરોની સાફસફાઇ મરામત જાળવણી, નદી, વોકળા, કાંસ, ગટરની સાફસફાઇ અને નદી પુનઃજીવીત કરવી વગેરે કામો લોકભાગીદારીથી હાથ ધરવા સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરવામા આવ્યા હતા.

કચ્છ જિલ્લા એપ્રિલ-મે માસ દરમ્યાન સુજલામ સુફલામ જળ અભિયાનના કચ્છના લાયઝન અધિકારી જળસંપતિ સંશોધન વિભાગના ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર પી.પી.વાળાના જણાવ્યા પ્રમાણે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ૬૧.૬૫ ટકા કામગીરી થઇ છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ૨૪૨ કામો પૈકી ૧૬૫ કામો પૂર્ણ કરેલ છે જેમાં મનરેગા હેઠળ રોજગારી અપાઇ છે. જયારે બાકીના કામ પ્રગતિમાં છે, એમ નિયામક મેહુલભાઇ જોશીએ જણાવ્યું હતું.

શહેરી વિકાસ વિભાગ દ્વારા જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા ૩૮ કામો પૈકી ૨૯ કામો થયેલા છે, એમ ભુજ નગરપાલિકા ચીફ ઓફિસર મનોજભાઇ સોલંકીએ જણાવ્યું છે.પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ભુજ દ્વારા ૪૨ કામો સામે ૬ કામ પૂર્ણ થયેલાં છે. જળસંપિત વિભાગ દ્વારા ૯૫૧ કામો પૈકી ૫૮૨ કામો પ્રગતિ હેઠળ છે. જયારે જળસ્ત્રાવ નિગમ દ્વારા લક્ષ્યાંકના ૩૯ કામો પરિપૂર્ણ કરેલ છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સુજલામ સુફલામ અભિયાન-૨૦૨૦ હેઠળ ૫૩ ટકા કામગીરી થઇ છે. જયારે આ અભિયાનમાં મનરેગા હેઠળ ૧૬૨૧૮૬ માનવદિનની રોજગારી પુરી પાડવામાં આવી છે જે હેઠળ અંદાજે રૂ.૪૦૬.૫૯ લાખનો ખર્ચ કરાયો છે