દિલ્હી-

CBSE બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. આજે આ મામલે પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે મળેલી બેઠકમાં સીબીએસઈના ચેરમેન સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને પ્રકાશ જાવડેકર પણ હાજર હતા. વડાપ્રધાન મોદીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ધોરણ 12ની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય ગહન ચર્ચા બાદ લેવામાં આવ્યો છે. અગાઉ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંક આજે બોર્ડની પરીક્ષાઓ અંગે નિર્ણય લેવાના હતા, પરંતુ અચાનક બગડ્યા પછી તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રાલયે 03 જૂન સુધીમાં પરીક્ષાઓ અંગેના તેના નિર્ણય અંગે સુપ્રીમ કોર્ટને જાણ કરવાની રહેશે. 31 મેના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને પરીક્ષાઓ અંગે નિર્ણય લેવા 2 દિવસ માંગ કરી હતી.