સની લિયોનીની દીકરી નિશા આજકાલ ધોડેસવારીની તાલીમ લઈ રહી છે. તો દીકરીની આ આવડતને જાઈને સની લિયોનીને બહુ જ ગર્વ અનુભવાઈ રહ્યુ છે. સનીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તેની દીકરી નિશા ઘોડેસવારી કરતી દેખાઈ રહી છે. તસવીરમાં ચાર વર્ષની દીકરી નિશાના ચહેરા પર માસ્ક લગાવાયેલો છે અને તે ઘોડા પર ડર્યા વગર બેસેલી દેખાઈ રહી છે. સનીએ એક કેપ્શનમાં લખ્યું કે, મારી નાનકડી દીકરી નિશાને હું ઘોડેસવારી ટ્રેનિંગમાં લઈ ગઈ હતી. હવે ત્યાં તે પારંગત દેખાઈ રહી છે. બહુ જ ખૂબ નિશા.... મને તારા પર ગર્વ છે. સની લિયોની હાલ લોસ એન્જેલસમાં છે. પોતાના પતિ ડેનિયલ વેબર અને ત્રણ બાળકો સાથે તે હાલમાં જ મુંબઈથી અમેરિકા જવા માટે રવાના થઈ હતી. કેમ કે, તેને લાગ છે કોવિડ-૧૯ની મહામારી દરમિયાન તે ભારતની સરખામણીમાં અમેરિકામાં વધુ સલામત છે.