સુરત

ગુજરાતમાં ઉત્તરાયણ પર કોરોના ગાઇડલાઇનના ભંગને લઇને સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો છે. કોર્ટે રાજ્યના ગૃહસચિવને કોરોના ગાઇડલાઇનના પાલન વિશેની એફિડેવિટ અંગે જણાવ્યું છે. ગુજરાત હાઇકોર્ટના કોરોના ગાઇડલાઇનના વિશેના નિર્દેશ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી. ૨જી ડિસેમ્બરના રોજ હાઇકોર્ટે નિર્દેશ કર્યો હતો કે માસ્ક નહી પહેરનારાઓને કોવિડ સેન્ટરમાં સેવા માટે મોકલો. જેને લઇને હાઇકોર્ટના નિર્દેશની સામે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પીટીશન કરી હતી. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આ નિર્દેશ સામે ત્રીજી ડિસેમ્બરે સ્ટે આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ લીવ પીટીશનની સુનાવણી દરમિયાન રાજકીય પક્ષોના મેળાવડાને લઇને નારાજગી દર્શાવી હતી. સુપ્રીમે ટકોર કરતાં જણાવ્યું કે દેશના દરેક રાજકીય પક્ષો ઉજાણીના મૂડમાં જ હોય છે. આમ રાજ્યમાં ઉત્તરાયણ પર કોરોના ગાઇડલાઇનના ભંગને લઇને નિર્દેશને લઇને રાજ્યના ગૃહસચિવને કોરોના ગાઇડલાઇનના પાલન વિશેની એફિડેવીટ કરવા જણાવ્યું.

સુપ્રીમે નિર્દેશ કર્યો કે રાજકીય પક્ષોના પ્રમુખોએ તેમના કાર્યકરોને ગાઇડલાઇનનું પાલન કરવા કહેવું જાેઇએ. સામાજિક અંતરના ભંગના ૧૦ ઉદાહરણો અમે આપી શકીએ છીએ.

સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારને કોરોનાગાઇડલાઇનના ભંગ બદલ નિર્દેશ જાહેર કર્યો હતો. ત્યારે બીજી તરફ ભરુચમાં ફરીથી એક વખત રાજકીય રેલીમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડતા જાેવા મળ્યાં. ઝઘડીયામાં બીટીપીના હોદ્દેદારો ભાજપમાં જાેડાવવા જતા સમયે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ બાઇક રેલીમાં માસ્ક અને સામાજીક અંતરનો સરેઆમ ભંગ થતો જાેવા મળ્યો. ઝઘડીયા એપીએમસી ખાતે ભાજપના કાર્યક્રમમાં જતા સમયે રેલી યોજી.

ઉત્તરાયણ પર ગાઇડલાઇન જાહેર કરવાને લઇને હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજી પર સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ધાબા પર લોકો એકઠા નહીં થાય તેવું જણાવામાં આવ્યું છે. આ સાથે ધાબા પર લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ રહેશે તેમ જણાવ્યું હતું.

ઉત્તરાયણ મુદ્દે હાઇકોર્ટમાં સરકારે જવાબ આપતા પોતાની ભૂલ સ્વીકારી હતી. જેમાં સરકાર દ્વારા જણાવામાં આવ્યું કે કોરોનાકાળ દરમિયાન દિવાળીના તહેવારમાં છૂટછાટ આપવી એ ભૂલ હતી. સરકારે કોર્ટમાં જણાવ્યું કે એકવાર ભૂલ થઇ બીજી વાર ભૂલ નહીં થાય. દિવાળી વખતે બંદોબસ્તમાં ભૂલ થઇ હોવાનું પણ રાજ્ય સરકારે સ્વીકાર્યું.