અમદાવાદ-

ઉધના સુરત વચ્ચે રેલવેની જગ્યા પરના ઝૂપડા ખાલી કરાવવા માટે નોટીસ આપવામાં આવી હતી. જેથી રહીશોએ વૈકલ્પિક આવાસ અને થોડો સમય આપવાની માંગ કરી હતી, પરંતુ આજથી જ મેગા ડીમોલીશનની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. પોલીસ બંદોબસ્તને સાથે રાખી આ ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સુપ્રીમ કોર્ટમાંથી આ ડીમોલીશન અંગે સ્ટે આપવામાં આવ્યો છે. જેની વધુ સુનાવણી આવતી કાલે હાથ ધરાશે. ઉત્રાણથી ઉધના રેલવે સ્ટેશન સુધી રેલવે ટ્રેકની આસપાસ રેલવેની હદમાં વર્ષો જુના નવ હજારથી વધુ ઝૂપડાઓ છે. ઝૂપડપટ્ટી ખાલી કરાવવા સામે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ થતા સ્ટે આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટમાં આ સ્ટે ઉઠી જતા રેલવે એ 24 કલાકમાં ઝૂપડપટ્ટી ખાલી કરવા પરિવારોને નોટીસ આપી હતી. આ મુદ્દે 100થી વધુ રહીશો કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશના ઘરે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ દર્શનાબેન ઘરે ન હતા. દેશની સર્વોચ્ચ અદાલતે ગુજરાતમાં એક સ્થળે લગભગ પાંચ હજાર ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે કોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી બુધવાર સુધી યથાવત સ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારે ઉધના સુરત વચ્ચે રેલવેની જગ્યા પરના ઝૂપડા ખાલી કરાવવા માટે નોટીસ આપવામાં આવી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટમાં સ્ટે આવી જતા શ્રમિકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.