દિલ્હ-

દેશોમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે તમામ રાજયોને અગાઉ કેન્દ્રએ આપેલી માર્ગરેખા મુજબ કોરોનાના દર્દીઓ માટે પુરતી સંખ્યામાં અને વ્યાજબી દરે એમ્બ્યુલન્સ સુવિધા ઉપલબ્ધ રહે તો જોવા તાકીદ કરી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અશોક ભૂષણના વડપણ હેઠળની ખંડપીઠે રાજયોને જણાવ્યું હતું કે એમ્બ્યુલન્સ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ હશે તે જોવા જણાવ્યું છે તથા તે વ્યાજબી દરે પણ ઉપલબ્ધ રહે તે જરૂરી છે.

કોરોનાના દર્દીઓ પાસેથી એમ્બ્યુલન્સના ઉંચા ભાડા વસુલાતા હોવાથી અને આ તાકીદના સમયે પણ એમ્બ્યુલન્સ મળતી નહી હોવાની ફરિયાદો પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા સર્વોચ્ચ અદાલતે તમામ રાજયોને એમ્બ્યુલન્સ સેવાના વ્યાજબી દર નિશ્ચિત કરવા માટે જણાવ્યું હતું.