સુરત-

વરાછા પોલીસને માહિતી મળી હતી કે, સુરતના વરાછા વિસ્તારમાં એક શખસ ગેરેજ સંચાલક સાથે મળી ચોરેલી બાઈક લે-વેચ કરે છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી વરાછા બોમ્બે માર્કેટ પાસેથી અરવિંદ મારડિયાની અટકાયત કરી હતી અને તેની પાસેથી ચોરીની 11 બાઈક કબજે કરી હતી. વધુમાં પૂછપરછ કરતા અરવિંદના મિત્ર જે ગેરેજ ચલાવે છે જેની પાસે પણ કેટલીક બાઈક પડી હોવાની વાતને લઈ પોલીસે ગેરેજ સંચાલક અશોક કોલડિયા પાસેથી પણ પોલીસે ચોરીની વધુ 11 બાઈકો મળી આવતા પોલીસે તમામ બાઈક કબજે કરી ગેરેજ સંચાલક અશોકની પણ ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપીએ બીજી કેટલીક ચોરી કરેલી બાઈક સૌરાષ્ટ્રમાં વેચે હતી, જેને લઈ પોલીસની એક ટીમ સૌરાષ્ટ્ર ગઈ હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, અરવિંદ બેકાર હોવાથી ચોરી કરતો હતો અને જે બાઈક ન વેચાય તે બાઈક ગેરેજમાં એન્જિન અલગ કરી અલગ અલગ સ્પેરપાર્ટ વેંચતા હતા. આથી પોલીસની પકડમાં પણ ન આવી શકે. આ ઉપરાંત તમામ બાઈક વરાછા વિસ્તારમાંથી જ ચોરી કરી છે. મોટા ભાગની બાઈક વરાછા અને કાપોદ્રા વિસ્તારમાંથી ચોરી કરી હતી. કારણ કે, વરાછા વિસ્તારમાં મોટા પ્રમાણમાં હીરાના કારખાના આવેલા હોવાથી લોકો પોતાના બાઈક ઓફીસ બહાર પાર્ક કરી સવારે ઓફિસમાં જાય અને રાત્રિના બહાર આવતા હોવાથી બાઈક ચોરી કરવામાં સરળતા રહેતી હતી. મોટા પ્રમાણમાં બાઈક હોવાથી એક બે બાઈક ચોરી હતો હતો.