સુરત-

સુરત શહેર પોલીસે સર્વેલન્સ સ્ટાફની બાતમીના આધારે અમરોલી પોલીસે ડુપ્લીકેટ નોટ બનાવવાના સાધન સામાગ્રી મળી કુલ રૂપિયા 81 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.અમરોલી પોલીસે મોટા વરાછા યમુના ચોક રાધીકા ઓપ્ટીમાં શોપિંગના ચોથામાળે આવેલી દુકાનમાં રેડ પાડી ડુપ્લીકેટ નોટ છાપવાનું કારખાનું ઝડપી પાડ્યું હતું. પોલીસે આ રેડ દરમિયાન દુકાનમાં હાજર પિયુષકુમાર ઉર્ફે પીલો લાલજી ક્યાડા પાસેથી ભારતીય બનાવટની રૂપિયા 2000ના દરની 4 અને 200ના દરની 24 નોટો મળી આવી હતી.તેમજ દુકાનમાં રહેલા જમીન દલાલની ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા 2000ના અને 200ના દરની કુલ રૂપિયા 12800 તેમજ તેમજ ડુપ્લીકેટ નોટ બનાવવાના સાધન સામાગ્રી મળી કુલ રૂપિયા 81 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.