સુરત-

કરવા ચોથના દિવસે પૂજા કર્યા બાદ મુકાયેલા દીવાને કારણે અચાનક લાગેલી આગને કારણે આખું ઘર બળીને ખાખ થઈ ગયું છે. જોકે, આ ઘટનાથી માંડ-માંડ પરિવાર બચી ગયો હતો. પરંતુ ઘરનો સમગ્ર સમાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

હકીકતમાં, પૂજા પછી ઘરમાં રાખેલા રાખેલા દીવાથી પડદામાં આગ લાગી, જેણે આખા ઓરડાને ઝપેટમાં લઇ લીધો. આ સમયે પરિવાર બીજા રૂમમાં જમતો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે બચાવ સમય મળ્યો ન હતો. આગને કારણે પરિવારના સભ્યો ઘરમાંથી બહાર અવી ગયા હતા, જેને કારણે જાનહાની ટળી હતી. જો કે ઓરડામાં રાખેલી લગભગ 2 લાખની વસ્તુઓ આગમાં બળીને રાખ થઈ ગઈ હતી. 

પહેલા માળના ઓરડામાં લાગી આગ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા સિક્યુરિટી કોન્ટ્રાક્ટર અચ્છેલાલ તિવારીની રાત્રે 10 વાગ્યે કરવા ચોથની પૂજા કરવામાં આવી હતી. પૂજા પછી પત્નીએ પહેલા માળે રૂમની બારી પાસે ટેબલ પર પૂજાનો દીવો મૂક્યો અને બધા લોકો જમવા માટે બીજા રૂમમાં ગયા. દરમિયાન, બારીમાં લાગેલા પડદામાં આગ ફાટી નીકળી હતી અને આગ ઓરડામાં ફેલાઈ ગઈ હતી. પરિવારના સભ્યોને જાણ થતાં સુધીમાં આગ સમગ્ર રૂમમાં ફેલાઈ ગઈ હતી. ઘરમાં 9 પરિવારના સભ્યો હાજર હતા, જેને તાત્કાલિક ઘરમાંથી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ પડોશીઓની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી.