સુરત-

સુરતઃ ભટાર રોડ પર આવેલા ખોડિયારનગરમાં રેહતા બે શ્રમજીવીઓની રૂ. ૭ હજારની લેવડદેવડના ઝઘડામાં માસૂમ બાળકનો ભોગ લેવાઈ ગયો હતો. રૂપિયા નહીં આપનાર પિતાના ૧૦ વર્ષના પુત્રનું સામે જ રેહતા યુવાને અપહરણ કરીને સાયણના વસવારી ફાટક પાસે લઇ જઈને ગળું દબાવી હત્યા કરી નાખી હતી. પોલીસે હત્યારા યુવાનની ધરપકડ કરી હતી અને બાળકની લાશનો કબજો વસવારી ફાટક પાસેના એક ખેતરમાંથી લીધો હતો. બીજા એક બનાવમાં ઉત્રાણમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલાં બિલ્ડરના ગુમ થયેલાં ૧૬ વર્ષીય પુત્રની લાશ બે દિવસ બાદ ઉત્રાણ પાવર હાઉસની સામે તાપી નદીના કિનારેથી મળી આવી હતી.

સુરતમાં બાળકના અપહરણ બાદ હત્યા કરાવવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ હતી. નવ વર્ષના માસૂમનું પાડોશીએ જ અપહરણ કર્યુ હતુ અને ત્યાર બાદ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. કહેવાત છે કે, પહેલો સગો તે પાડોશી પણ આ કહેતને ખોટી પાડનાર અને પાડોશીને નામે લાંછનરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં પાડોશીએ જ બાળકની હત્યા કરી મોતના ઘાટ ઉતાર્યો છે. પાડોશી પાસેથી બાળકના પિતાએ 7 હજાર રૂપિયા ઉછીના લીધા હતા અને ઉછીના લીધેલી રકમ પરત ન મળતા બાળકની હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે પાડોશીએ બાળકની હત્યા કરી લાશ ખેતરમાં ફેંકી દીધી હતી. જો કે ઘટના પાછળ જમીન વિવાદ હોવાનું પણ સામે આવ્યું છે. ખટોદર પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.